Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હનીમુન જવા માટે થયો હતો તેજ પ્રતાપ અને ઐશ્વર્યા વચ્ચેે ઝઘડો?

લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવની થોડા મહિના જૂના લગ્ન હવે છૂટાછેડાના આરે આવી પહોંચ્યા છે. તેજે પોતાની પત્ની ઐશ્વર્યા વિશે ઘણા ખુલાસા પણ કર્યા છે જે ઘણા ચોંકાવનારા છે.

લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવની થોડા મહિના જૂના લગ્ન હવે છૂટાછેડાના આરે આવી પહોંચ્યા છે. તેજે પોતાની પત્ની ઐશ્વર્યા વિશે ઘણા ખુલાસા પણ કર્યા છે જે ઘણા ચોંકાવનારા છે. તેજનું કહેવુ છે કે તે અને ઐશ્વર્યાના વિચારો ખૂબ જ અલગ છે, તે નોર્થ પોલ છે અને હું સાઉથ પોલ એટલા માટે અમારુ સાથે રહેવુ હવે ઘણુ મુશ્કેલ છે. હાલમાં તેજનો પૂરો પરિવાર તેના વિરોધમાં થઈ ગયો છે. જેના કારણે તે ઘણા ગુસ્સામાં જોવા મળી રહ્યા છે.

હનીમુનની વાત માટે થયો તેજ-ઐશ્વર્યામાં ઝઘડો

હનીમુનની વાત માટે થયો તેજ-ઐશ્વર્યામાં ઝઘડો

એટલુ જ નહિ લોકલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેજ પ્રતાપ યાદવે કહ્યુ છે કે તેમની અને તેમની પત્ની વચ્ચે હનીમુનની વાત માટે જ ઝઘડો શરૂ થઈ ગયો હતો. તેજના જણાવ્યા અનુસાર ઐશ્વર્યા ઈચ્છતી હતી કે તે તેમને હનીમુન માટે બાલી (ઈન્ડોનેશિયા) લઈ જાય પરંતુ તેજે ના પાડી દીધી કારણકે તે ધાર્મિક પ્રકારના વ્યક્તિ છે એટલા માટે એવા જગ્યાઓએ ના જઈ શકે. એટલુ જ નહિ તેજે કહ્યુ કે શહેરી પરિવેશ અને મોડર્ન વિચારો ધરાવતી ઐશ્વર્યાને સિગારેટ અને શરાબનો પણ શોખ છે.

મારા લગ્ન જબરદસ્તી કરાવવામાં આવ્યા હતાઃ તેજ પ્રતાપ

મારા લગ્ન જબરદસ્તી કરાવવામાં આવ્યા હતાઃ તેજ પ્રતાપ

તેજ પ્રતાપનું કહેવુ છે કે તેમના લગ્ન જબરદસ્તીથી કરાવવામાં આવ્યા હતા જેના કારણે તેમની અને તેમની પત્નીની જીવનની ગાડી આગળ નથી વધી શકતી. તેજનું એ પણ કહેવુ છે કે આ લગ્ન રાજકીય ફાયદા માટે કરાવવામાં આવ્યા હતા અને તેમણે લગ્નનો ઈનકાર પણ કર્યો હતો પરંતુ ઘરવાળાએ તેમનુ કંઈ પણ સાંભળ્યુ નહિ અને તેમના લગ્ન જબરદસ્તી કરાવી દીધા.

સારણ લોકસભા સીટ

સારણ લોકસભા સીટ

મીડિયા રિપોર્ટ્સમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે ઐશ્વર્યા પોતાના પિતા ચંદ્રિકા પ્રસાદ રાયને સારણ લોકસભા સીટ પરથી ટિકિટ અપાવવા ઈચ્છતી હતી જેના માટે તે તેજ પ્રતાપ પર દબાણ કરી રહી હતી.

લાલુએ સમજાવ્યા લાલને પરંતુ ટસથી મસ ન થયા

લાલુએ સમજાવ્યા લાલને પરંતુ ટસથી મસ ન થયા

પોતાની આ વ્યથા જણાવવા તેજ યાદવ રવિવારે રિમ્સના પેઈંગ વોર્ડમાં પહોંચ્યા હતા જ્યાં પોતાના પિતાને જોતા જ તેજ પ્રતાપની ધીરજનો અંત આવી ગયો અને તેમણે પોતાની બધી વાતો પોતાના પિતાને જણાવી દીધી પરંતુ લાલુએ પણ પોતાના પુત્રને સંબંધ બચાવી રાખવાની સલાહ આપી. લાલુએ કહ્યુ કે, ‘બબુઆ માન જા, ઈલેક્શન કે સમય બા, બહુત બદનામી હોઈ, સમજા બબુઆ.'

તેની સાથે નથી રહેવુ મારેઃ તેજ પ્રતાપ

તેની સાથે નથી રહેવુ મારેઃ તેજ પ્રતાપ

જેના જવાબમાં તેજપ્રતાપે કહ્યુ કે મારે તેની સાથે નથી રહેવુ. લાલુ પ્રસાદે સતત સમજાવવા-મનાવવાની કોશિશ કરતા રહ્યા પરંતુ તેજપ્રતાપ ચૂપચાપ તેમની વાતો સાંભળતા રહ્યા પરંતુ અંતમાં એ જ કહ્યુ કે હવે તે છૂટાછેડાની અરજી પાછી નહિ લે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X