For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Telangana Assembly Election results 2018: વિધાયકો બચાવવા માટે કોંગ્રેસે બેંગ્લોર રિસોર્ટ તૈયાર કર્યુ

તેલંગાણામાં પોતાના વિધાયકો બચાવવા માટે પૂરતી વ્યવસ્થા કરી છે.

|
Google Oneindia Gujarati News

તેલંગાણામાં પોતાના વિધાયકો બચાવવા માટે પૂરતી વ્યવસ્થા કરી છે. જે રીતે છેલ્લા કેટલાક રાજ્યોમાં ચૂંટણી પછી કોંગ્રેસ વિધાયકોએ પોતાની પાર્ટી બદલી તેનાથી પાઠ લેતા કોંગ્રેસ આ વખતે કોઈ પણ પ્રકારની ભૂલ કરવાના મૂડમાં નથી. પોતાના વિધાયકોની હોર્સટ્રેડિંગ રોકવા માટે કોંગ્રેસે ફરી એકવાર બેંગ્લોરમાં રિસોર્ટ તૈયાર કર્યું છે. જ્યાં તેઓ પોતાના વિજય થયેલા ઉમેવારોને રાખી શકે, જેથી પરિણામ જાહેર થયા પછી તેમની હોર્સટ્રેડિંગ અટકી શકે.

rahul gandhi

ખરેખર આ પહેલા જે રીતે રાજ્યસભાની સીટ અંગે ગુજરાતમાં રાજનીતિ સંગ્રામ જોવા મળ્યો હતો. ત્યારપછી કોંગ્રેસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માટે તૈયાર નથી. આજ કારણ છે કે પાર્ટીએ તેના પહેલા તેના માટે પૂરતી વ્યવસ્થા કરી છે. આપને જણાવી દઈએ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલે ચૂંટણી પહેલા બધા જ કોંગ્રેસી નેતાઓને બેંગ્લોર રિસોર્ટમાં રાખ્યા હતા. જેને કારણે ભાજપના નેતાઓ તેમની સાથે સંપર્ક નહીં કરી શક્યા. એટલું જ નહીં પરંતુ ગોવા, કર્ણાટક સહીત બીજા રાજ્યોમાં પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે તેમના વિધાયકોને ખરીદવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Live: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ, જાણો કોણ બનાવશે સરકાર

જ્યાં એક તરફ કોંગ્રેસે પોતાના વિધાયકોની ખરીદી કરવાનો આરોપ લગાવ્યો છે અને તેનાથી બચવા માટે તેઓ તેમને બેંગ્લોર રિસોર્ટમાં રાખવાની વ્યવસ્થા કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ ટીઆરએસ અજિત જોગીએ પણ આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રીય પાર્ટીના નેતાઓ તેમના ઉમેદવારોના સંપર્કમાં છે. હવે જોવા જેવી બાબત હશે કે ચૂંટણી પરિણામ જાહેર થયા પછી કઈ રીતે દરેક પાર્ટી પોતાના વિધાયકોને સુરક્ષિત કરવામાં સફળ રહે છે.

English summary
Telangana Assembly Election results 2018: Congress readies Bangalore resorts to save its MLAs from being poached.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X