Telangana Election: તેલંગાણાના નવા મુખ્યમંત્રી બનશે રેવંત રેડ્ડી? 9 ડિસેમ્બરે યોજાશે શપથગ્રહણ સમારોહ
new Chief Minister of Telangana: તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023માં કોંગ્રેસની શાનદાર જીત થઇ હતી. બીઆરએસ પાસેથી સત્તા છીનવ્યા બાદ હવે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. કોંગ્રેસની આ જીતમાં રેવંત રેડ્ડીની મહત્વની ભૂમિકા રહી છે.
આ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે, રેવંત રેડ્ડીને તેલંગાણાના મુખ્યમંત્રી અને ભટ્ટી વિક્રમાર્ક મલ્લુને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી સંભાવના છે. આવા સમયે મુખ્યમંત્રી અને અન્ય 2 લોકો આજે એટલે કે સોમવારે રાત્રે 8.15 કલાકે રાજભવન ખાતે મંત્રી તરીકે શપથ લેશે. આવા સમયે 9 ડિસેમ્બરના રોજ સંપૂર્ણ કેબિનેટ શપથ લેશે, અને તે જ દિવસે હૈદરાબાદમાં જાહેર સભા યોજાશે.

રેડ્ડીએ શપથ સમારોહમાં સુરક્ષા વ્યવસ્થા માટે સૂચના આપી - મીડિયા અહેવાલો અનુસાર, રવિવારના રોજ રાજ્યમાં મત ગણતરીના પરિણામોમાં કોંગ્રેસનો વિજય થયા બાદ તેલંગાણા પોલીસને મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા રેવંત રેડ્ડીએ 4 અથવા 9 ડિસેમ્બરના રોજ શપથ ગ્રહણ સમારોહ માટે સુરક્ષા વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
રેવંત રેડ્ડીના અધ્યક્ષ પદે કોંગ્રેસ પાર્ટી 60 બેઠકોના સાદી બહુમતી આંકને સરળતાથી મેળવી લીધો હતો. રવિવારના રોજ રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) અંજની કુમારને શપથ ગ્રહણ સમારોહ માટે સુરક્ષા વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
તેલંગાણા પોલીસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, શપથ ગ્રહણ સમારોહ સોમવાર અથવા 9 ડિસેમ્બરના રોજ યોજવામાં આવે તેવી શક્યતા છે. રેડ્ડીએ શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ વિશે ડીજીપી, એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) અને એડીજી સીઆઈડી સાથે ફોન કરીને ચર્ચા કરી હતી.
આજે સાંજથી શુભ સમય - તેમાં કહેવામાં આવ્યું છે કે, TPCC પ્રમુખે જણાવ્યું હતું કે, મુહૂર્ત (શુભ સમય) આજે સાંજથી શરૂ થશે. તેથી, જો શક્ય હોય તો, તેઓ 4 ડિસેમ્બરના રોજ શપથ ગ્રહણ સમારોહ પર વિચાર કરી શકે છે, અથવા તેઓ 9 ડિસેમ્બરના રોજ શપથ લઈ શકે છે.
રેડ્ડીએ ડીજીપીને જણાવ્યું હતું કે, શપથ ગ્રહણ સમારોહમાં ઘણા મુખ્યમંત્રીઓ, પૂર્વ મુખ્યમંત્રીઓ અને દિલ્હીના વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે.












Click it and Unblock the Notifications
