તેલંગાણાઃ બહુમતી ના મળે તો કોંગ્રેસનો સફાયો કરવા BRS જોડે ગઠબંધન કરી શકે ભાજપ?
તેલંગાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને હાલની સ્થિતીમાં કોંગ્રેસ મેદાન મારી જોવા મળી રહી છે. 119 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ અને BRS વચ્ચે સીધી લડાઈ હતી અને કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે.
જો કે હજુ આંકડા ઉપર નીચે થઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસને પૂર્ણ બહુમતી નહીં મળે તો શું તે પ્રશ્ન સામે આવી રહ્યો છે. મેજિક નંબરથી થોડે આગળ કોંગ્રેસ જશ્ન મનાવી રહી છે. BRS બીજા નંબરની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. 119 બેઠકોવાળી તેલંગાણા વિધાનસભામાં બહુમતી મેળવવા 60થી વધુ બેઠકો જીતવી જરૂરી છે.

કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ TPCC પ્રમુખ રેવન્ત રેડ્ડીના ઘર બહાર ફટાકડા ફોડીને ઉજવણી શરૂ કરી દીધી છે. બીજા સ્થાને રહેલી BRS પાર્ટી સત્તા ગુમાવી રહી છે.
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે આરોપ લગાવ્યો છે કે, કેઆરએસની આગેવાની હેઠળની બીઆરએસ પાર્ટી કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવા જઈ રહી છે. આ પૃષ્ઠભૂમિમાં ડીકે શનિવારે જ હૈદરાબાદ જવા રવાના થઈ ગયા છે. કોંગ્રેસના વિજેતા ધારાસભ્યોને બેંગ્લોર શિફ્ટ કરવામાં આવે તેવી શક્યતા છે.
પરિણામો કોંગ્રેસની તરફેણમાં હોવા છતાં કોંગ્રેસના નેતાઓને તેલંગાણામાં સરકાર બનાવવામાં તકલીફ પડી શકે છે તે સ્થિતીમાં અફવાઓ વહેતી થઈ છે કે કોંગ્રેસના ધારાસભ્યોને બેંગ્લોર લાવવા આવે તેવી પુરી શક્યતા છે.
મોટાભાગના પોલમાં કોંગ્રેસને 60થી 70 સીટો મળવાની વાત કહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આંકડામાં હોર્સ ટ્રેડિંગ થવાની તમામ શક્યતાઓ છે.
જો તેલંગાણામાં અસ્થિર સ્થિતિ સર્જાય તો આગળ શું થશે તે પ્રશ્ન સામે આવ્યો છે. જો કોંગ્રેસને બહુમતી નહીં મળે તો ભાજપ અને AIMIM બન્ને BRS ને સમર્થન આપી શકે છે તેવી ચર્ચાઓ સામે આવી છે. જો આમ થાય તો કોંગ્રેસ માટે આવેલી તક ગુમાવવા જેવી સ્થિતી સર્જાશે.












Click it and Unblock the Notifications
