તેલંગાણા નગરપાલિકાની હેવાનિયત, 50 આવારા કુતરાઓને માર્યા
તેલંગાણામાં નગરપાલિકાનું અમાનવીય કૃત્ય સામે આવ્યું છે. અહીં નગરપાલિકા પર આરોપ છે કે તેમને 50 જેટલા આવારા કુતરાઓને મારીને તેમને ડમ્પ યાર્ડમાં દફન કરી દીધા.
તેલંગાણામાં નગરપાલિકાનું અમાનવીય કૃત્ય સામે આવ્યું છે. અહીં નગરપાલિકા પર આરોપ છે કે તેમને 50 જેટલા આવારા કુતરાઓને મારીને તેમને ડમ્પ યાર્ડમાં દફન કરી દીધા. આ મામલો ત્યારે સામે આવ્યો જયારે વીકરબાદ સ્થાનીય નિવાસીઓ ઘ્વારા તેની ફરિયાદ કરવામાં આવી. મામલો સામે આવ્યા પછી પોલીસે પ્રિવેંશન ઓફ કૃવાલિટી ટુ એનિમલ એક્ટ હેઠળ ધારા 11 અને આઇપીસી ધારા 429 હેઠળ મામલો નોંધી લીધો છે, જેમાં પશુઓ સાથે હિંસાને અપરાધ ગણાવવામાં આવ્યો છે. ઘટનાસ્થળથી પોલીસે કૂતરાઓની લાશ મળ્યા પછી તપાસ શરુ કરી દીધી છે.

મળતી જાણકારી અનુસાર નગરપાલિકાએ 50 કરતા પણ વધારે આવારા કુતરાઓને મારી નાખ્યા છે. આ બધા જ કુતરાઓના શવ શહેરની બહાર એક લેન્ડફિલમાં દફન કરી દીધા છે. આ જગ્યા હૈદરાબાદથી લગભગ 75 કિલોમીટર દૂર છે. પોલીસનું કહેવું છે કે કેટલાક કુતરાઓને એક ટ્રક પાછળ એકબીજા પર મરેલા મળી આવ્યા હતા. ત્યારપછી સ્થાનીય નાગરિકો ઘ્વારા આ મામલે ફરિયાદ નોંધાવી. પોલીસ અનુસાર તેમને નગર નિગમ આયુક્ત અને બીજા અધિકારીઓ સામે આ મામલે ફરિયાદ નોંધાવી છે.
કૂતરાઓની મૌત કઈ રીતે થઇ તેની તપાસ માટે તેમની લાશો પશુ ચિકિત્સાલય મોકલી આપવામાં આવી છે. પોલીસે કહ્યું કે તેમને આખો મામલો નોંધી લઈને જાંચ શરુ કરી દીધી છે.












Click it and Unblock the Notifications
