For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAA વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરી શકે છે તેલંગાણા, KCRએ આપ્યું મોટું નિવેદન

CAA વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરી શકે છે તેલંગાણા, KCRએ આપ્યું મોટું નિવેદન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેરળ અને કોંગ્રેસ શાસિત રાજ્યો બાદ વધુ એક રાજ્ય વિવાદિત નાગરિકતા કાનૂન વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરી શકે છે. તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે શનિવારે કહ્યું કે રાજ્ય વિધાનસભા કેટલાય અન્ય રાજ્યોનું અનુસરણ કરતા નવા નાગરિકતા કાનૂન વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરી શકે છે. સાથે જ તેમણે મોદી સરકાર પર હુમલો બોલતા કહ્યું કે ભાજપ દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવી રહ્યો છે.

kcr

સીએમ રાવે કહ્યું કે તેઓ પહેલા જ બીજા રાજ્યોના પોતાના કેટલાય સમકક્ષો સાથે વાત કરી ચૂક્યા છે અને તેઓ સીએએનો વિરોધ કરવા માટે ક્ષેત્રીય દળો અને મુખ્યમંત્રીઓનું એક સંમેલન બોલાવી શકે છે કેમ કે તેના દેશનું ભવિષ્ય પ્રભાવિત થઈ શકે છે. તેમણે કહ્યું કે, ટીઆરએસ પોતાની નીતિ અને પ્રકૃતિથી ધર્મનિરપેક્ષ છે અને માટે તેમણે સીએએનો વિરોધ કર્યો હતો.

તેમણે કહ્યું, હું પહેલા જ કેટલાય મુખ્યમંત્રીઓ અને અન્ય દળોના નેતાઓ સાથે આ મુદ્દે વાત કરી ચૂક્યો છું. તેમણે કહ્યું કે સીએએ એક ખોટો ફેસલો છે. કેસીઆરે કહ્યું, અમે એક વિશેષ સત્ર બોલાવી સીએએ, એનપીઆર અને એનઆરસી વિરુદ્ધ પ્રસ્તાવ લાવશે. ભાજપ દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવી રહી છે. કેરળ અને પંજાબ બાદ રાજસ્થાન શનિવારે સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરનાર ત્રીજું રાજ્ય બની ગયું. એવામાં હવે જો તેલંગાણા પણ સીએેએ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરે છે તો આવું કરનાર તે ચોથો રાજ્ય બની જશે.

તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વ વાળી પશ્ચિમ બંગાળ સરકાર પણ પહેલા જ કહી ચૂક્યા છે કે તે નવા કાનૂનની વિરુદ્ધ છે. કેટલાક દિવસો દિલ્હીમાં થયેલ વિપક્ષની બેઠકે તમામ સમાન વિચારધારાવાળા મુખ્યમંત્રીઓને એનપીઆ પ્રક્રિયા રોકવા માટે કહ્યું હતું.

અમિત શાહનો આજે મેગા રોડ શો, બે રેલીને સંબોધિત કરશેઅમિત શાહનો આજે મેગા રોડ શો, બે રેલીને સંબોધિત કરશે

English summary
Telangana Will Soon Pass Resolution Against Unconstitutional Citizenship Amended Act
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X