Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તેલંગણા.... પિક્ચર હજુ બાકી છે મારા દોસ્ત

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરીઃ એક લાંબા સંઘર્ષ બાદ તેલંગણામાં અલગ રાજ્યનો દરરજો તો મળી ગયો પરંતુ હજુ પણ અનેક આશંકાઓ તેની સાથે જોડાયેલી છે. આમ તો કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ ઇચ્છે છે તો પોતાની સૂઝ બૂઝથી, સંવેદનશીલતાથી આ મુદ્દાને શાંત કરી શકહતી હતી, જેનાથી ના તો દેશની શાંતિ ભંગ થતી અને ના તો હિંસાનો જે બિભત્સ નૃત્ય આ વિવાદે દર્શાવ્યો તે દેશને જોવા ના પડત, અન્ય રસ્તાઓ પણ નીકળી શક્યા હોત.

જે પણ થયું એ સમયે તેનાથી આગળ વિચારવાની જરૂર છે. સમય સાથે આ વિવાદથી મળનારી જખમો તો રુઝાઇ જશે, પરંતુ મુશ્કેલી હજુ પણ છે. માત્ર રાજ્યના ભાગલા કરી દેવાથી સમસ્યાનો અંત આવ્યો નહીં. યુપીએ સરકારનો આ નિર્ણય લોકસભા ચૂંટણી માટેનો એક હથકંડો છે કે નહીં તે એક અલગ મુદ્દો છે, પરંતુ એ નક્કી છે કે કોંગ્રેસે રાજકારણની દ્રષ્ટિએ પોતાના હિતમાં જે દાવ ખેલ્યો તેના પરિણામે આંધ્ર અને તેલંગણા બન્ને માટે અનેક શંકાઓ પ્રકટ કરી દે છે.

જે પણ હોય સરકારે એ સમજવું જોઇએ કે આ વિવાદને માત્ર વિશેષ નાણાકીય પ્રબંધથી હલ કરવું સંભવ નથી. આજે ભલે સરકાર માનતી હોય કે તેલંગણાના ભાગલા કરીને તેમણે યોગ્ય પગલું ઉઠાવ્યું છે, પરંતુ આ વિભાજનથી માત્ર બે પ્રાન્ત જ ભૌગલિક રીતે અલગ નથી થયાં પરંતુ આ વિભાજને બે સંસ્કૃતિઓમાં, બે સમુદાયોમાં પરસ્પર આત્મીયતાની તમામ સંભાવનાને મીટાવી દીધી છે. જાતિયતાની આ લાઇન એટલી ખેંચાઇ ગઇ છે કે બન્ને પક્ષ એકબીજાના શત્રુ બની ગયા છે. તેવામાં તેમાંથી કોઇપણ પ્રકારની ભાગીદારી અને સમજૂતિની આશા કરવી ઘણી મુશ્કેલ છે.

જે પણ હોય આ શંકાઓ છે જે આગળ ચાલીને સમસ્યાઓના રૂપમાં દેશની સામે ઉતપન્ન થવાની છે. તો ચાલો તસવીરો થકી કાર્ટૂનની સામે વાંચીએ સંભાવનાઓ અને પ્રશ્નો.

મહત્વકાંક્ષાઓને પૂરી કરી શકાશે?

મહત્વકાંક્ષાઓને પૂરી કરી શકાશે?

1. શું સરકાર તેલંગણામાં વસેલા સીમાંધ્રના લોકો અને આંધ્ર પ્રદેશના લોકો જે હજુ તેલંગણામાં છે, તેની સમસ્યાઓ, અને મહત્વકાંક્ષાઓને પૂરી કરી શકશે?

શું સરકાર તેના ભયને ઓછો કરી શકશે?

શું સરકાર તેના ભયને ઓછો કરી શકશે?

2. સીમાંધ્ર અને આંધ્ર પ્રદેશના આ લોકો જેમણે પોતાની સામે હિંસાનો વિકરાળ દ્રશ્ય જોયું છે, શું સરકાર તેના ભયને ઓછું કરી શકશે, શું સરકાર તેમની સુરક્ષાની જવાબદારીને પૂર્ણ રીતે નિભાવી શકશે?

રાજધાની બનાવવાનો નિર્ણય

રાજધાની બનાવવાનો નિર્ણય

3. આણ તો સરકાર તેલંગણામાં આંધ્રના અવશિષ્ટ ભાગનો વિશેષ દરરજો આપવા અને પછાત વર્ગને વિશેષ વિકાસ પેકેજ આપવાની વાત કરી રહી છે, પરંતુ હવે પ્રશ્ન હૈદરાબાદમાં વસેલા એ લોકોના જીવન અને આજીવિકાની સુરક્ષાનો છે, જે બિન તેલંગણાના છે અને તે પણ હૈદરાબાદને દસ વર્ષ માટે આંધ્ર અને તેલંગણા બન્નેની રાજધાની બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોઇ વિશેષ પ્રબંધ કર્યો છે?

કોઇ વિશેષ પ્રબંધ કર્યો છે?

4. આમ તો સરકારની યોજનાઓ છે કે હૈદરાબાદના રાજ્યપાલને વિશેષ કાયદા અને વ્યવસ્થાની શક્તિઓ આપવામાં આવશે, જેમાં સીમાંધ્રના લોકો જેમને બહારના કહેવામાં આવ્યા છે કે સુરક્ષા તથા આખા હૈદરાબાદની સુરક્ષા અને સારી રીતે થઇ શકશે, પરંતુ હવે પ્રશ્ન એ ઉઠે છે કે સરકાર જે રીતે આ રાજધાની માટે વિશેષ વ્યવસ્થા કરી રહી છે, ત્યારે શું આ નવા રાજ્યના પ્રશાસન માટે પણ કોઇ વિશેષ વ્યવસ્થા છે?

કેન્દ્ર સરકારનો નિર્ણય શુ હશે?

કેન્દ્ર સરકારનો નિર્ણય શુ હશે?

5. શું હૈદરાબાદના પ્રશાસનિક નિર્વાચનની પ્રક્રિયા લોકતાંત્રિક રીતે થશે અથવા તેના પર કેન્દ્ર સરકારનું નિયંત્રણ હશે?

હૈદરાબાદની માંગ

હૈદરાબાદની માંગ

6. પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું હૈદરાબાદને સીમાંધ્ર લોકની માંગ તરીકે પંજાબ અને હરિયાણાની રાજધાની ચંદીગઢની જેમ જ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરરજો આપવામાં આવશે?

સફળ થશે?

સફળ થશે?

શું એક રાજધાનીના રૂપમાં હૈદરાબાદ તેલંગણા અને આંધ્રની વચ્ચે સંતુલિત તાલમેલ બેસાડવામાં સફળ થશે?

તેલંગણાના વિવાદ

તેલંગણાના વિવાદ

8. તેલંગણાના વિભાજન બાદથી સંશાધનોનું, સુરક્ષાના ભાગલા, જ્યાં લોકોની રાજ્ય સ્તરીય ઓળખનો મુદ્દો સરકાર માટે, ત્યાંના રહેવાસીઓ માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે, કારણ કે તેલંગણાના વિવાદ બાદથી જે છબી ઉભરી છે, તેનાથી એ આશા રાખવી ઘણી મુશ્કેલ છે કે બન્ને પક્ષોના લોકો કોઇપણ સમજૂતિ માટે સહેલાયથી રાજી થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X