પૂંછમાં આતંકવાદી કરી ઘૂસણખોરીને નાકામ કોશિશ, એક જવાન ઘાયલ

જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ફરીથી આતંકવાદીઓએ ઘુસણખોરીની કોશિશ કરી હતી. જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી દીધી હતી. પૂંછમાં સ્થિત કૃષ્ણ ઘાટી સેક્ટરમાં ગત રાત આતંકીઓએ કોશિશ કરી હતી, જેને સેના દ્વારા નાકામ કર્યું છે.

ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. સેના તરફથી નિવેદન જાહેર કરીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, બંને તરફથી ગોળીબાર દરમિયાન એક સૈનિક પણ ઘાયલ થયો છે.

Terrorist infiltration

આ પહેલા કાલા મચ્છલ સેક્ટરમાં સ્થિત કાલા જંગલમાં ચાર આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેમને સુરક્ષા જવાનોએ ઠાર માર્યા હતા. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, ઈન્ટેલિજન્સ આધારિત ઓપરેશન રેશમ ચલાવવામાં આવી રહ્યું છે, તે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહ્યું છે.

પૂંછ જિલ્લામાં સેના અને પોલીસે ગયા અઠવાડિયે ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો વગેરે મળી આવ્યા હતા. જોકે, આ દરમિયાન આતંકીઓને પકડી શકાયા ન હતા, પરંતુ આતંકીઓ હથિયાર છોડીને ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યા હતા.

આતંકીઓ પાસેથી AK 56 અને 10 રાઉન્ડ મેગેઝિન મળી આવ્યા હતા. આ ઉપરાંત બે પિસ્તોલ, 4 મેગેઝિન, 70 રાઉન્ડ ગ્રેનેડ, 10 કિલો આઈડી, પ્રેશર કુકર, હેરોઈનના 20 પેકેટ વગેરે મળી આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X