For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકવાદીનો આરોપ, ચિપ લગાવીને પોલીસે બનાવ્યો રોબોટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

delhi0-police
નવી દિલ્હી, 29 જૂન: તમને અક્ષય કુમારની ફિલ્મ કમબ્ખત ઇશ્ક મૂવી યાદ હશે, જેમાં એક ઓપરેશન દરમિયાન અક્ષયના પેટમાં એક્ટ્રેસ કરીના કપૂરની ઘડીયાળ છૂટી જાય છે અને તેમને દર વખતે મંગલમ-મંગલમની ધૂન સંભળાઇ છે. આ ફિલ્મી ફંડો હતો, જ્યાં કઇપણ થઇ શકે છે, પરંતુ જો હકિકતમાં તમને એવું સાંભળવા મળે તો શું તમે વિશ્વાસ કરશો.

આતંકવાદી અબ્દુર્રહમાન ઉર્ફે મો.ઇકબાલે દિલ્હી પોલીસ પર આ પ્રકારનો આરોપ લગાવ્યો છે. આતંકવાદીએ આરોપ લગાવતાં કહ્યું કે પોલીસે તેના મગજમાં ચિપ ફીટ કરી તેને રોબોટ બનાવી દિધો છે. તે તેનો ઉપયોગ રોબોટની માફક કરી રહી છે. એટલું જ નહી, આતંકવાદીનું કહેવું છે કે તેથી તેને ઉંઘ આવતી નથે અને ગંદી ગાળો સંભળાઇ છે.

દિલ્હી પોલીસ આ હરકત બાદ આતંકીએ કોર્ટ પાસે અપીલ કરી છે કે ઓપરેશનના માધ્યમથી તેના મગજમાંથી ચિપને બહાર કાઢવામાં આવે. તમને જણાવી દઇએ કે દેશદ્રોહ, કાવતરા રચવા અને હત્યાના પ્રયત્નના મુદ્દે લખનઉ જેલમાં બંધ શામલીના આતંકી અબ્દુર્રહમાન ઉર્ફ. મો.ઇકબાલે દિલ્હી પોલીસ પર આરોપ લગાવ્યો છે કે પોલીસે ઓપરેશનના માધ્યમથી તેના શરીરમાં એક મેગ્નેટિક ચિપ ફીટ કરી દિધી છે. તેનો આરોપ છે કે આ ચિપના લીધે તેની જીંદગી રોબોટ જેવી થઇ ગઇ છે.

તેને રાત્રે ઉંઘ આવતી નથી, ગંદી ગાળો સંભળાઇ છે. એવામાં ઇકબાલે કોર્ટ પાસે અપીલ કરી છે કે ઓપરેશનના માધ્યમથી તેના મગજમાંથી ચિપ કાઢવામાં આવે. આતંકવાદીની ભલામણ પણ વિશેષ જજે રિપોર્ટ માંગ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસની વિશેષ શાખાએ તેને 21 માર્ચ 2008ના રોજ ધરપકડ કરી હતી. ત્યારે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવેલા તેને બે મહિનાથી વધુ સમય સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યો. આતંકીના આરોપ અનુસાર દિલ્હી પોલીસે ઓપરેશનના માધ્યમથી તેના માથા, આંતરડા અને એપેડિંક્સની પાસે મેગ્નેટિક ચિપ લગાવવામાં આવી છે.

English summary
Terrorist Iqbal allegations on Delhi police of making him a Robert by inserting chip in his body.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X