શ્રીનગરમાં આતંકીઓએ એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી
જમ્મુ કાશ્મીરના શ્રીનગરના પરિંપોરા વિસ્તારમાં આતંકીઓએ એક વ્યક્તિને ગોળી મારી દીધી.
જમ્મુ કાશ્મીરના શ્રીનગરના પરિંપોરા વિસ્તારમાં આતંકીઓએ એક વ્યક્તિને ગોળી મારી દીધી. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો જ્યાં તેનુ મોત થઈ ગયુ. ઘટનાની માહિતી મળ્યા બાદ ઘટના સ્થળે પોલિસની ટીમ પહોંચી અને સમગ્ર વિસ્તારને પોતાના કબ્જામાં લઈ લીધો છે. જો કે હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યુ કે છેવટે આતંકીઓએ આ વ્યક્તિ પર કેમ હુમલો કર્યો છે. તમને જણાવી દઈએ કે 5 ઓગસ્ટથી જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370ને હટાવી દેવામાં આવી છે.

મને જણાવી દઈએ કે આર્ટિકલ 370 હટાવાયા બાદ શ્રીનગરમાં ફાયરિંગનો આ પહેલો કેસ સામે આવ્યો છે જેમાં આતંકીઓએ એક સિવિલિયનને મોતને ઘાટ ઉતારી દીધો છે. સૂત્રો અનુસાર આતંકીઓ દુકાનદાર પર ફાયરિંગ કરી દીધી જેમાં દુકાનદાર ઘાયલ થઈ ગયો. ત્યારબાદ તેને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધો. ફાયરિંગ બાદ તાત્કાલિક ઘટના સ્થળે સુરક્ષાબળોના જવાન પહોંચી ગયા.












Click it and Unblock the Notifications
