પુલવામાંથી 5 કિલોમીટર દૂર અવંતીપોરા એરબેઝ પર આતંકી હુમલાનું એલર્ટ

ઇન્ટેલિજન્સ સૂત્રો ઘ્વારા ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે આતંકી શ્રીનગર અને અવંતીપોરા એરબેઝને નિશાનો બનાવવાની ફિરાકમાં છે.

ઇન્ટેલિજન્સ સૂત્રો ઘ્વારા ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે આતંકી શ્રીનગર અને અવંતીપોરા એરબેઝને નિશાનો બનાવવાની ફિરાકમાં છે. ઇન્ટેલિજન્સ એલર્ટ પછી સુરક્ષાબળો ઘ્વારા આ એરબેઝ આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અવંતીપોરા એરબેઝ પુલવામાંથી ફક્ત 5 કિલોમીટર દૂર આવેલું છે. આ એરબેઝ અવંતીપોરાના મલંગપોરામાં છે.

jammu and kashmir

એક દિવસમાં ત્રણ એન્કાઉન્ટર પછી ચેતવણી

આ એલર્ટ એવા સમયે આવ્યું છે જયારે ગુરુવારે કાશ્મીરમાં એક જ દિવસમાં ત્રણ એન્કાઉન્ટર થયું છે. સાઉથ કાશ્મીરના પુલવામાં અને શોપિયાં સહીત નોર્થ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાબળોએ આતંકીઓને ઠાર કર્યા હતા. પુલવામાંમાં ત્રણ આતંકીઓ અને શોપિયાંમાં પણ ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. પુલવામાંમાં સુરક્ષાબળો ઘ્વારા જેશ-એ-મોહમ્મદના કમાન્ડર ખાલિદને ઠાર મારવામાં આવ્યો હતો, જે પાકિસ્તાનનો નાગરિક હતો. કુપવાડાના કાંડી જંગલોમાં આ સમયે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને આ એન્કાઉન્ટર ગુરુવારે શરુ થયું હતું.

આ પણ વાંચો: પુલવામામાં સેનાની આતંકીઓ સાથે અથડામણ, 3 આતંકી ઠાર, એક જવાન શહીદ

પુલવામામાં કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સેનાને શોપિયાંમાં મોટી સફળતા મળી હતી. સેનાએ અહીં ઈસ્લામિક સ્ટેટના જમ્મુ કાશ્મીર કમાંડર ઈશફાક સોફીને મારી દીધો હતો. ઘાટીમાં સેનાની આ સફળતાને ઘણી મોટી માનવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X