For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામામાં સેનાની આતંકીઓ સાથે અથડામણ, 3 આતંકી ઠાર, એક જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના પુલવામા સ્થિત દાલીપોરા વિસ્તારમાં સેનાની આતંકીઓ સાથે અથડામણ ચાલી રહી છે. માહિતી અનુસાર બે આતંકીઓને ઠાર મરાયા છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના પુલવામા સ્થિત દાલીપોરા વિસ્તારમાં સેનાની આતંકીઓ સાથે અથડામણ ચાલી રહી છે. બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. માહિતી અનુસાર 3 આતંકીઓને ઠાર મરાયા છે. આ અથડામણ દરમિયાન એક જવાન શહીદ થઈ ગયો. આ ઉપરાંત બે જવાન અને બે સામાન્ય નાગરિક ઘાયલ છે. પુલવામામાં કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સેનાને શોપિયાંમાં મોટી સફળતા મળી હતી. સેનાએ અહીં ઈસ્લામિક સ્ટેટના જમ્મુ કાશ્મીર કમાંડર ઈશફાક સોફીને મારી દીધો હતો. ઘાટીમાં સેનાની આ સફળતાને ઘણી મોટી માનવામાં આવી હતી.

pulwama encounter

વર્ષ 2016માં જ્યારે હિજબુલ કમાંડર બુરહાન વાનીને મારી દેવામાં આવ્યો હતો તે સમયથી જ શોપિયામાં હિંસાનો દોર ચાલી રહ્યો છે. અહીં આગામી એક મહિના સુધી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. નવા આદેશોમાં હવે ડીએમ વિના કે પછી ડ્યુટી મેજિસ્ટ્રેટના આદેશ વિના કોઈ પણ સભા નહિ થઈ શકે. પ્રશાસનનું કહેવુ છે કે ત્રણ મેથી આ નિયમ લાગુ થઈ ગયા છે અને સુરક્ષા વ્યવસ્થાના કારણે એક મહિના સુધી ચાલુ રહેશે. આદેશમાં કહેવામાં આવ્યુ છે, 'સેના, પોલિસ કે પછી પબ્લિક સર્વન્ટ જે ડ્યુટી પર હશે, તે ઉપરાંત કોઈ પણ હથિયાર લઈને ચાલવા કે પછી રાખવાની મંજૂરી નહિ હોય. ભાષણો માટે લાઉડસ્પીકરના પ્રયોગને પણ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે.'

આ પણ વાંચોઃ અમિત શાહના 10 મોટા આરોપ જે તેમણે મમતા બેનર્જી અને ટીએમસી પર લગાવ્યાઆ પણ વાંચોઃ અમિત શાહના 10 મોટા આરોપ જે તેમણે મમતા બેનર્જી અને ટીએમસી પર લગાવ્યા

English summary
Encounter between army and terrorist in Pulwama Dalipora.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X