Maharashtra assembly election 2024: ઠાકરે સાથે ટકરાશે ઠાકરે, રાજ અને આદિત્ય વર્લીમાં આમનેસામને કરશે પ્રચાર

Maharashtra assembly election 2024: ટૂંક સમયમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતા છે. આ વચ્ચે તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે.

મહારાષ્ટ્રમાં શિવસેના અને મનસે પર સૌની નજર રહેલી છે. જેમાં ઉદ્ધવ ઠાકરેના શિવસેના જૂથ અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચે ટક્કર પર હર કોઈની નજર છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નવેમ્બરના પહેલા કે બીજા સપ્તાહમાં યોજાય તેવી શક્યતા છે. આ વખતે ચૂંટણી જંગમાં કાકા રાજ ઠાકરે અને ભત્રીજો આદિત્ય ઠાકરે આમને-સામને હશે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરે આગામી વિધાનસભા ચૂંટણીમાં વર્લી મતવિસ્તારમાં તેમના ભત્રીજા આદિત્ય ઠાકરેને પડકારવાની તૈયારી કરી રહ્યા છે.

બાળા સાહેબ ઠાકરેના ભત્રીજા અને મનસે પ્રમુખ રાજ ઠાકરેએ વર્લી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

Maharashtra assembly election 2024

હાલમાં પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના યુબીટી ચીફ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વર્લી સીટથી ધારાસભ્ય છે, અને આગામી ચૂંટણીમાં તેઓ આ વર્લી સીટ પરથી ફરીથી ચૂંટણી લડશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં રાજ ઠાકરેની મનસે દ્વારા વર્લીમાં પાયાના સ્તરે કામ કરવામાં આવી રહ્યું છે. તેઓ સમુદાય સાથે વાતચીત કરી રહ્યા છે, અને તેમની સમસ્યાઓનું મૂલ્યાંકન કરી રહી છે, અને તેના નિરાકરણ વિશે વિચારી રહી છે.

વર્લી વિઝન નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટનો હેતુ વર્લીના સળગતા પ્રશ્નોની ચર્ચા કરવા અને યોગ્ય ઉકેલો શોધવા માટે વિવિધ રાજકીય પૃષ્ઠભૂમિના નેતાઓ અને જનતાને સાથે લાવવાનો છે.

રાજ ઠાકરે પોતે આઇકોનિક જાંભોરી ગ્રાઉન્ડ ખાતે વર્લી વિઝન કાર્યક્રમમાં તેમણે પ્રહારો કર્યા હતા. મનસે નેતા રાજ ઠાકરેની જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. રાજ ઠાકરેએ વર્લી માટેના તેમના વિઝન વિશે મતદારો સાથે સીધી વાત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X