For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોટ્સઅપ ડાઉન થવા મુદ્દે કેન્દ્ર સરકારે મેટા પાસેથી રિપોર્ટ માંગ્યો!

ગઈકાલે ભારત સહિત વિશ્વના કેટલાક દેશોમાં વોટ્સઅપ ડાઉન થયુ હતું. હવે આ ઘટનાને ભારત સરકારે ગંભીરતાથી લીધી છે અને ભારત સરકારના આઈટી મંત્રાલયે વોટ્સઅપની માલિક કંપની મેટા પાસેથી ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ગઈકાલે ભારત સહિત વિશ્વના કેટલાક દેશોમાં વોટ્સઅપ ડાઉન થયુ હતું. હવે આ ઘટનાને ભારત સરકારે ગંભીરતાથી લીધી છે અને ભારત સરકારના આઈટી મંત્રાલયે વોટ્સઅપની માલિક કંપની મેટા પાસેથી ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. આ મુદ્દે ભારત સરકાર અધિકારીઓએ જણાવ્યુ કે, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે બુધવારે મેટાને તેના મેસેજિંગ પ્લેટફોર્મમાં ખામીઓ અંગે જાણ કરવા જણાવ્યું છે.

WHATSAPP

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે વોટ્સએપને ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમને રિપોર્ટ સોંપવા કહેવામાં આવ્યું છે. આ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળની નોડલ એજન્સી છે. મંત્રાલય આ મામલામાં સાયબર-સિક્યોરિટીના પાસા પર ધ્યાન આપી રહ્યું છે. કોઈ સાયબર એટેકના કારણે વોટ્સએપ ડાઉન થયું હતું કે કેમ તે જાણવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે પણ આઉટેજ થાય છે ત્યારે મંત્રાલય આ મામલામાં સામેલ કંપની પાસેથી રિપોર્ટ માંગે છે. આ અંતર્ગત METAને રિપોર્ટ દાખલ કરવા કહેવામાં આવ્યું છે. મેટાએ સત્તાવાર રીતે વોટ્સએપ ડાઉનની વાતનો સ્વીકાર કર્યો હતો. કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે અમારી તરફથી ટેક્નિકલ ખામીને કારણે એપ થોડા સમય માટે ડાઉન રહી હતી. આ ખામી હવે દૂર કરવામાં આવી છે.

અહીં તમને જણાવી દઈએ કે, ભારત સહિત ઘણા દેશોમાં મંગળવારે વોટ્સએપ ડાઉન થયુ હતું. બપોરના 12 વાગ્યાથી લોકો વોટ્સએપ દ્વારા મેસેજ કરી શકતા ન હતા.

English summary
The central government asked for a report from Meta on the issue of WhatsApp down!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X