For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગે વકિલને દિલ્હી હાઈકોર્ટના જજ બનાવવાની ભલામણ કરી

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કહ્યું છે કે, સૌરભ કૃપાલની ઉમેદવારીને સૌથી સકારાત્મક પાસાઓથી જોવી જોઈએ. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટના કોલેજિયમે તેની ભલામણને ભરીથી દોહરાવી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી સુપ્રીમ કોર્ટ અને સરકાર વચ્ચે કોલેજિયમને લઈને ખેંચતાણ ચાલી રહી છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ફરી એક વખત સૌરભ ક્રિપાલને દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ભલામણ કરી છે. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે, આ મુદ્દે પર ઝડપથી કાર્યવાહીની જરૂર છે.

suprem court

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કહ્યું છે કે, સૌરભ કૃપાલની ઉમેદવારીને સૌથી સકારાત્મક પાસાઓથી જોવી જોઈએ. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટના કોલેજિયમે તેની ભલામણને ભરીથી દોહરાવી છે.

સુપ્રીમ કોર્ટની આ કોલેજિયમમાં જસ્ટિસ એસકે કૌલ અને કેએમ જોસેફ પણ સામેલ છે. તેમણે કહ્યું કે, દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે સૌરભ ક્રિપાલની નિમણૂકનો પ્રસ્તાવ 5 વર્ષથી પેન્ડિંગ છે અને તેને ઝડપી બનાવવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે પોતાની વેબસાઈટ પર આ નિવેદન જારી કર્યુ છે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, સિનિયર એડવોકેટ સૌરભ ક્રિપાલનું નામ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. તેમની હાઇકોર્ટના જજ તરીકે પસંદગી થવાની હતી પરંતુ 2017થી આ પ્રક્રિયા અટકી છે. આ સુપ્રીમ કોર્ટે કેન્દ્રના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેની સમલૈંગિકતાને કારણે જજ તરીકેનું તેમનું પ્રમોશન રોકી દેવામાં આવ્યું છે. જો સૌરભ ક્રિપાલની નિમણૂક થશે તો તેઓ દેશના પહેલા ગે જજ બનશે.

એક ઈન્ટરવ્યૂમાં સૌરભ ક્રિપાલે કહ્યું કે, મારી નિમણૂક અટકવાનું કારણ એ છે કે હું ગે છું. મને નથી લાગતું કે સરકાર કોઈ ગે વ્યક્તિની ખુલ્લેઆમ બેન્ચમાં નિમણૂક કરવા માંગતી હોય. તેમણે કોલેજિયમ સિસ્ટમ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. આ સિસ્ટમની સૌથી મોટી સમસ્યા છે. તેઓ ક્યારેય કહેતા નથી કે તેઓ શા માટે તેમના નિર્ણયો લે છે. સમસ્યા એ પણ છે કે સરકાર કાયદાનું પાલન કરતી નથી.

English summary
The collegium reiterated its recommendation to make a gay lawyer a judge of the Delhi High Court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X