આ ભારતીય ખેલાડીઓનું ક્રિકેટ કરિયર લગભગ ખતમ? જાણો લિસ્ટમાં કોના કોના નામ?
શ્રીલંકા પ્રવાસ સાથે ભારતીય ટીમમાં ઘણા મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. T20 ક્રિકેટમાં નવા કેપ્ટન સાથે સાથે હવે કેટલાક ખેલાડીઓ એવા પણ જેને આ પ્રવાસમાં મોકો મળ્યો નથી.
આ ખેલાડીઓની શ્રીલંકા પ્રવાસ માટે પસંદગી ન થવી કરિયર ખમત થવા બરાબર છે. અહેવાલો પર વિશ્વાસ કરીએ તો આ ખેલાડીઓને આગળ મોકો મળે તેવા કોઈ સંજોગો નથી.

રવિચંદ્રન અશ્વિન
અશ્વિન ભારતના સૌથી અનુભવી બોલરોમાંથી એક છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 116 ODI મેચમાં 156 વિકેટ લીધી છે. શ્રીલંકા સામેની શ્રેણી માટે અશ્વિનની પસંદગી કરવામાં આવી નથી. તે ગયા વર્ષે વર્લ્ડ કપમાં ભારત તરફથી રમ્યો હતો. હવે અશ્વિન માટે ODI ટીમમાં વાપસી કરવી ખૂબ જ મુશ્કેલ છે.
રવિન્દ્ર જાડેજા
ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડરોમાં સામેલ રવિન્દ્ર જાડેજાની પણ શ્રીલંકા પ્રવાસ માટે પસંદગી કરવામાં આવી નથી. તેણે ભારત માટે 197 મેચ રમી છે. આ દરમિયાન તેણે 220 વિકેટ ઝડપી છે. જાડેજા વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમ્યો હતો. આ 35 વર્ષીય ખેલાડીને હવે ODI પ્લાનમાંથી બહાર ગણવામાં આવી રહ્યો છે. તેના સ્થાને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પસંદગી આપવામાં આવી છે.
ભુવનેશ્વર કુમાર
ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની પણ આ વખતે અવગણના કરવામાં આવી છે. ભુવનેશ્વર 2022થી ટીમ ઈન્ડિયામાં પરત ફરવાની રાહ જોઈ રહ્યો છે. તેણે તેની છેલ્લી વનડે મેચ જાન્યુઆરી 2022માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. તેના નામે 121 વનડેમાં 141 વિકેટ છે. ઝડપી બોલરોની નવી સેનાને ધ્યાનમાં રાખીને તેનું પુનરાગમન ખૂબ જ મુશ્કેલ છે.
કૃણાલ પંડ્યા
એક તરફ T20 વર્લ્ડ કપ સાથે હાર્દિક પંડ્યાના સિતારા ઊંચાઈ પર પહોંચી ગયા છે તો બીજી તરફ તેના ભાઈ કૃણાલ પંડ્યાની કિસ્મત સારી નથી. કૃણાલ લાંબા સમયથી ODI ટીમમાં વાપસીની રાહ જોઈ રહ્યો છે. કૃણાલને માત્ર 5 ODI મેચ રમવાની તક મળી છે. તેણે 2021માં ડેબ્યૂ કર્યું હતું અને તે જ વર્ષે તેની છેલ્લી મેચ રમી હતી. કૃણાલ 33 વર્ષનો છે અને ODI પ્લાનમાંથી બહાર છે.
મયંક અગ્રવાલ
ઓપનર મયંક અગ્રવાલ પણ ODI પ્લાનમાં નથી. બેટિંગમાં મયંકના શોટ લોકોને પસંદ આવ્યા હતા. જો કે ખરાબ ફોર્મના કારણે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. મયંકને 5 ODI રમવાની તક મળી. તેણે 2020માં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેને વનડેમાં તક મળી નથી.












Click it and Unblock the Notifications
