• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બાળક ચોરી કરવાના આરોપમાં ભીડે મહિલાને ખુબ મારી, પોલીસે બચાવી

|

ઝારખંડના ગિરિડીહમાં બેંકની બહાર બાળક ચોર હોવાની શંકાના આધારે ટોળા દ્વારા એક મહિલાને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો. પોલીસે મહિલાને બચાવી લીધી હતી. પોલીસનું કહેવું છે કે આ એક ગેરસમજને કારણે થયું છે. એક મહિલાએ પીડિતાને તેના બે વર્ષના બાળક સાથે રમતી જોઇ અને તેને બાળક ચોર સમજીને ચીસો પાડવાનું શરુ કરી દીધું. આપને જણાવી દઈએ કે હાલમાં બાળક ચોર સમજીને ભીડ ઘ્વારા મારપીટના ઘણા કેસો સામે આવી રહ્યા છે.

આ લિસ્ટમાં, ઉત્તરપ્રદેશના આગ્રામાં અફવાઓનું બજાર ગરમ છે. અહીં બાઈક ચોરની અફવા હવે પોલીસ માટે માથાનો દુખાવો બની રહી છે. છેલ્લો કિસ્સો 9 ઑગષ્ટનો છે, ફતેહાબાદમાં માનસિક રૂપે કમજોર યુવાનને બાળક ચોર સમજીને ગામ લોકોએ તેને લાકડીઓ વડે માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. તે જ સમયે, વિડિઓમાં, તમે જોઈ શકો છો કે તે યુવક હાથ જોડીને પોતાનો જીવ બચાવવા માટે વિનંતી કરી રહ્યો છે, પરંતુ લોકોને તેના પર દયા નહિ આવી.

આ ઘટનાના બે દિવસ પહેલા તે જ યુવાન ફતેહાબાદના અવંતિબાઈ ચોક પર બાઈક ચોરની જેમ પકડાયો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. 9 ઓગસ્ટે પુછપરછ દરમિયાન કંઇપણ જાહેર કરવામાં અસમર્થ રહ્યા બાદ પોલીસે તેને શંકરપુર ઘાટની સામે છોડી દીધો, જ્યાંથી તે પગપાળા ગામમાં આવ્યો હતો. ગામ મુરાવલ નજીક ગામલોકોએ ફરી એકવાર તેને બાળક ચોર સમજીને નિર્દયતાથી માર માર્યો હતો. પીઆરવી કર્મચારી યુવકને લોહીલુહાણ હાલતમાં પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાંથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કેસમાં એસપી પૂર્વ-પશ્ચિમ પ્રમોદ કુમારે જણાવ્યું હતું કે, બાળક ચોર તરીકે માનસિક રીતે કમજોર યુવાનને મારનારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, ફરાર થયેલા 7 લોકોની ધરપકડ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત સહિત દેશના આ 14 રાજ્યોમાં ભારે વરસાદ-તોફાનની સંભાવના

English summary
The crowd beaten woman of stealing a baby, police rescued
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X