ગુજરાત સહિત દેશના આ 14 રાજ્યોમાં ભારે વરસાદ-તોફાનની સંભાવના

ભારતીય હવામાન વિભાગે 14 રાજ્યો ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદની એલર્ટ જારી કરી છે.

ભારતીય હવામાન વિભાગે 14 રાજ્યો ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યુ છે એટલુ જ નહિ વિભાગે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં તોફાનની સંભાવના વ્યક્ત કરી છે એટલા માટે તેણે દરિયાકિનારાના વિસ્તારોમાં માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

આ રાજ્યોમાં થઈ શકે છે ભારે વરસાદ

આ રાજ્યોમાં થઈ શકે છે ભારે વરસાદ

હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ અને કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વિભાગના જણાવ્યા મુજબ આજે દહેરાદૂન, રુદ્રપ્રયાગ, ઉત્તરકાશીમાં ભારે વરસાદના અણસાર છે. વળી, એમપીના અમુક વિસ્તારાં પણ આજે જોરદાર વરસાદ વરસી શકે છે. દરિયાકિનારાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાનું અનુમાન છે અને આના કારણે લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યુ છે. જો કે તમને જણાવી દઈએ કે આ પહેલા વિભાગે હિમાચલના સોલન, મંડી, બિલાસપુર સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી અને એમપીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યુ હતુ.

આગામી 24 કલાકમાં અહીં થઈ શકે છે જોરદાર વરસાદ

આગામી 24 કલાકમાં અહીં થઈ શકે છે જોરદાર વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં હોશંગાબાદ, બૈતુલ, બડવાની, અલીરાજપુર, ટીકમગઢ, દમોહ, છતરપુર, દતિયા, નીમચ, શિવપુરી, અશોકનગર, ભિંડ, જબલપુર, નરસિંહપુર, રીવા, સતના, સિંગરૌલી, ભોપાલ, રાયસેન, ઉજ્જૈન, રાજગઢ, સીહોર, વિદિશા, રતલામ, મંદસૌર, શાજાપુર, દેવાસ, આગર, ઈન્દોર, ધાર, ઝાબુઆ, ખંડવા, ખરગોન, બુરહાનપુર, હરદા, સાગર અને ગુનામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન

45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન

વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ અરબ સાગર, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી ઉપરાંત ઉત્તર અંદમાન સાગરથી 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન છે. આની અસર ઓડિશા, ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના કિનારાના વિસ્તારોમાં જોવા મળી શકે છે.

અહીં પણ વરસી શકે છે વાદળ

અહીં પણ વરસી શકે છે વાદળ

વળી, હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓડિશા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પુડુચેરી, કેરળ સહિત ઘણા અન્ય રાજ્યોમાં આજે વરસાદની ચેતવણી છે. સાથે મંગળવારે પૂર્વી રાજસ્થાન, પૂર્વી ઉત્તર પ્રદેશ, પશ્ચિમી મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડવાનું અનુમાન છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી દેશભરમાં 626 મિલીમીટર વરસાદ થઈ ચૂક્યો છે. આ સામાન્યથી 612 મિમીથી લગભગ 2 ટકા વધુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X