For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી સરકારે વિજળી સબસિડી માટે અપ્લાય કરવાની તારીખ 15 નવેમ્બર સુધી લંબાવી

દિલ્લીની અરવિંદ કેજરીવાલ સરકારે વીજળી પર સબસિડી માટે અરજી કરવાની તારીખ લંબાવી છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લીની અરવિંદ કેજરીવાલ સરકારે વીજળી પર સબસિડી માટે અરજી કરવાની તારીખ લંબાવી છે. હવે તમે 15 નવેમ્બર સુધી દિલ્લીમાં વીજળી સબસિડી માટે અરજી કરી શકો છો. અગાઉ ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરવા માટે 31 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આ દરમિયાન 34 લાખથી વધુ ગ્રાહકોએ વીજળી પર સબસિડી માટે અરજી કરી હતી.

AAP

તમને જણાવી દઈએ કે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે 14 સપ્ટેમ્બરે વીજળી પર સબસિડી મેળવવા માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. તેણે ફોર્મ ભરવા માટે મોબાઈલ નંબર આપ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે 31 ઓક્ટોબરની છેલ્લી તારીખ પછી જે ગ્રાહક ઓક્ટોબર મહિનાની સબસિડી માટે અરજી કરી શક્યા નથી તેઓ આગામી મહિનાની બિલિંગ સાઈકલમાં તેના માટે અરજી કરી શકશે.

દિલ્લીમાં વીજળી સબસિડીનો લાભ મેળવનારા લોકોની સરેરાશ સંખ્યા લગભગ 47 લાખ છે. વ્યક્તિગત ઉપભોક્તાઓની વપરાશ પેટર્નના આધારે આ સંખ્યા દર મહિને બદલાય છે. હાલમાં 200 યુનિટથી ઓછા માસિક વપરાશ ધરાવતા ગ્રાહકોને કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી અને દર મહિને 400 યુનિટનો વપરાશ ધરાવતા ગ્રાહકોને 50 ટકા સબસિડી મળે છે.

અગાઉ અધિકારીએ કહ્યુ હતુ કે કુલ 22,81,900 (40 ટકા) ઘરેલુ ગ્રાહકોએ હજુ સુધી સબસિડી માટે અરજી કરી નથી. સબસિડી માટે અરજી કરનારા 34 લાખથી વધુ લોકોએ BRPL ડિસ્કોમના 15,54,646 સબ્સ્ક્રાઇબર્સ, 8,49,756 BYPL ગ્રાહકો, 10 લાખથી વધુ TPDDL ગ્રાહકો અને 10,920 NDMC ગ્રાહકોનો સમાવેશ થાય છે.

English summary
The Delhi government extended the date to apply for electricity subsidy till November 15
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X