For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરુણાનિધિના નિધન પર રજનીકાંતઃ ‘આ મારા જીવનનો કાળો દિવસ'

તમિલ ફિલ્મોના મહાનાયક રજનીકાંતે કરુણાનિધિના નિધન પર ઊંડો શોક વ્યક્ત કરતા કહ્યુ કે આ મારા જીવનનો કાળો દિવસ છે જેને હું ક્યારેય નહિ ભૂલી શકુ.

|
Google Oneindia Gujarati News

તમિલ ફિલ્મોના મહાનાયક રજનીકાંતે કરુણાનિધિના નિધન પર ઊંડો શોક વ્યક્ત કરતા કહ્યુ કે આ મારા જીવનનો કાળો દિવસ છે જેને હું ક્યારેય નહિ ભૂલી શકુ કારણકે આ દિવસે મે કલિંગરને ગુમાવી દીધા. ઉલ્લેખનીય છે કે દ્રમુક પ્રમુખ અને પૂર્વ સીએમ એમ. કરુણાનિધિનું લાંબી બિમારી બાદ મંગળવારે સાંજે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં નિધન થઈ ગયુ. તેઓ છેલ્લા 11 દિવસથી હોસ્પિટલમાં ભરતી હતા. 94 વર્ષીય નેતાએ સાંજે છ વાગીને 10 મિનિટે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા.

કરુણાનિધિની ઘણા નજીક હતા રજનીકાંત

ઉલ્લેખનીય છે કે રજનીકાંત, કરુણાનિધિની ઘણા નજીક મનાતા આવ્યા છે. રજનીકાંતે રાજનીતિ જોઈન્ટ કર્યા બાદ ડીએમકે સુપ્રિમો કરુણાનિધિ સાથે ખાસ મુલાકાત કરી હતી.

રાજકીય અર્થો કાઢવામાં આવ્યા હતા...

રાજકીય અર્થો કાઢવામાં આવ્યા હતા...

રાજકારણમાં આ મુલાકાતના રાજકીય અર્થો કાઢવામાં આવ્યા હતા પરંતુ મુલાકાત બાદ રજનીકાંતે એ સ્પષ્ટ કર્યુ હતુ કે આ એક શિષ્ટાચાર મુલાકાત હતી.

‘કરુણાનિધિ ખૂબ પ્રિય છે': રજનીકાંત

‘કરુણાનિધિ ખૂબ પ્રિય છે': રજનીકાંત

ત્યારે રજનીકાંતે કહ્યુ હતુ કે કરુણાનિધિ દેશના સૌથી વરિષ્ઠ નેતાઓમાંથી એક છે, હું તેમનું સમ્માન કરુ છુ, અમારા સંબંધો ખૂબ સારા રહ્યા છે. રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ મે તેમના આશીર્વાદ લીધા છે. તેમની સાથે મુલાકાત બાદ હું બહુ ખુશ છુ.

કરુણાનિધિ તેમના આદર્શ છે

કરુણાનિધિ તેમના આદર્શ છે

રજનીકાંતે સ્પષ્ટ કરી દીધુ હતુ કે તે ડીએમકે સહિત કોઈ રાજકીય પક્ષને સપોર્ટ નહિ કરે જો કે કરુણાનિધિ સાથે તેમણે એક શિષ્ટાચારનો સંબંધ જાળવી રાખ્યો હતો. રજનીકાંતે કહ્યુ કે કરુણાનિધિ તેમને ખૂબ પ્રિય છે અને તેઓ તેમના આદર્શ છે જેમણે રાજકારણ સાથે સાથે તમિલ સિનેમા માટે ખૂબ જ અમૂલ્ય યોગદાન કર્યુ છે.

English summary
The demise of M Karunanidhi has shaken the entire nation. South superstar Rajinikanth also took to Twitter to share the same.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X