30 જૂને આકાશ અંબાણી અને શ્લોકાની સગાઈ, ડિજિટલ કાર્ડ વાયરલ

દેશના જ નહિ પરંતુ એશિયાના જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણી અને હીરાના વેપારી રસેલ મહેતાની દીકરી શ્લોકાની સગાઈ 30 જૂને થવા જઈ રહી છે.

દેશના જ નહિ પરંતુ એશિયાના જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણી અને હીરાના વેપારી રસેલ મહેતાની દીકરી શ્લોકાની સગાઈ 30 જૂને થવા જઈ રહી છે. જેનું ડિજિટલ કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. વાયરલ કાર્ડ મુજબ સગાઈ 30 જૂનના રોજ અંબાણીના આલીશાન ઘર એન્ટેલિયામાં થશે.

ડિજિટલ કાર્ડ થયુ વાયરલ

ડિજિટલ કાર્ડ થયુ વાયરલ

કાર્ડ ખૂબ જ સુંદર છે, કાર્ડમાં ફિલ્મ ‘કાઈ પો છે' નું ગીત ‘હે શુભારંભ હો શુભારંભ મંગલ બેલા આઈ' ચાલી રહ્યુ છે, કાર્ડમાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની તસવીર, સગાઈની તારીખ અને સમય વિશે જણાવવામાં આવ્યુ છે. કાર્ડમાં SA (શ્લોકા-આકાશ) નો લોગો પણ જોવા મળી રહ્યો છે. કાર્ડ પર આકાશના દાદા-દાદી ઉપરાંત નાના-નાનીનું પણ નામ છે. આ કાર્ડ સગાઈનું છે, લગ્નની તારીખ હજુ આવી નથી.

24 માર્ચે ગોવા થઈ હતી પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની

24 માર્ચે ગોવા થઈ હતી પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની

ઉલ્લેખનીય છે કે આ પહેલા 24 માર્ચે ગોવામાં બંનેની પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની થઈ હતી જેમાં બંનેના પરિવારના નજીકના લોકો શામેલ થયા હતા. ત્યારબાદ મુંબઈમાં અંબાણીના ઘર પર એક ગ્રાન્ડ પાર્ટી રાખવામાં આવી હતી. જેમાં રમતગમત, ફિલ્મ, બિઝનેઝ જગતની જાણીતી હસ્તીઓ શામેલ થઈ હતી. જો કે એવા સમાચાર છે કે આ વર્ષના અંતમાં આકાશ અંબાણી જાણીતા બિઝનેસમેન રસેલ મહેતાની નાની દીકરી શ્લોકા મહેતા સાથે વિવાહના બંધનમાં બંધાશે. બંનેના લગ્ન પણ મુંબઈમાં જ થશે.

કોણ છે શ્લોકા મહેતા

કોણ છે શ્લોકા મહેતા

તમને જણાવી દઈએ કે રસેલ મહેતા દેશની મોટી ડાયમંડ કંપનીમાંની એક રોઝી બ્લ્યુ ઈન્ડિયાના વ્યવસ્થાપન નિર્દેશક છે. શ્લોકા ડાયમંડ બિઝનેસમેન રસેલ મહેતાની સૌથી નાની દીકરી છે. શ્લોકા કનેક્ટફોર સંસ્થાની સહ સંસ્થાપક પણ છે કે જે બિનસરકારી સંસ્થાઓની મદદ કરે છે. રસેલ મહેતાનો પરિવાર દક્ષિણ મુંબઈમાં રહે છે અને અંબાણી પરિવારની ઘણી નજીક છે. શ્લોકાએ 2004 થી 2009 વચ્ચે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. એવું કહેવામાં આવે છે કે આકાશ અને શ્લોકાની મુલાકાત સ્કૂલમાં જ થઈ હતી. બંને એકબીજાને બહુ સારી રીતે જાણે છે. સ્કૂલના અભ્યાસ બાદ શ્લોકાએ લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સ એન્ડ પૉલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કર્યુ છે.

મુકેશ અંબાણીના મોટા દીકરા છે આકાશ

મુકેશ અંબાણીના મોટા દીકરા છે આકાશ

આકાશ દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણીના દીકરા છે. તે હાલમાં 4જી કંપની રિલાયન્સ જીયોનું બધુ કામ સંભાળે છે. 26 વર્ષના આકાશ મુકેશ અને નીતા અંબાણીના ત્રણ બાળકોમાં સૌથી મોટા પુત્ર છે. ઈશા તેની જોડિયા બહેન છે જ્યારે અનંત તેનો નાનો ભાઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X