For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાનો આ તો કેવો ડર? 15 મહિના ઘરમાં બંધ રહ્યો પરિવાર

કોરોનાએ લાખો લોકોના જીવ લીધા. આ મહામારીથી ડરનો માહોલ છે ત્યારે આંધ્રપ્રદેશના એક ગામમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને તમે સ્તબ્ધ થઈ જશો.

|
Google Oneindia Gujarati News

કોરોનાએ લાખો લોકોના જીવ લીધા. આ મહામારીથી ડરનો માહોલ છે ત્યારે આંધ્રપ્રદેશના એક ગામમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને તમે સ્તબ્ધ થઈ જશો. એક પરિવાર કોરોનાથી એવો ડર્યો કે તેને 15 મહિનાથી પોતાને ઘરમાં બંધ રાખ્યો હતો.

કોરોનાના ડરથી આખા પરિવારે પોતાને ઘરમાં 15 મહિનાથી કેદ કર્યો

કોરોનાના ડરથી આખા પરિવારે પોતાને ઘરમાં 15 મહિનાથી કેદ કર્યો

આ પરિવાર આંધ્રપ્રદેશના કદલી ગામમાં રહે છે. આ પરિવારમાં કુલ ચાર લોકો છે. કદલી ગામના સરપંચ ચોપ્પલા ગુરનાથે જણાવ્યું કે, આ પરિવારમાં એક પુરૂષ તેની પત્ની અને બીજા બે લોકો સાથે રહે છે, પરિવારે 15 મહિના પહેલા પડોસમાં એક વ્યક્તિનું મોત થતા પોતાને ઘરમાં કેદ કરી લીધુ હતું.

કેવી રીતે આ વાત સામે આવી?

કેવી રીતે આ વાત સામે આવી?

આ પરિવાર પોતાને ઘરમાં કેદ છે એ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે સરકારની ગૃહ યોજના માટે વોલેન્ટિયર અંગૂઠો લેવા તેમના ઘરે ગયો. વોલેન્ટિયરને આ અંગેની જાણ થતા તેને આ માહિતી ગામના સરપંચને આપી.

પોલીસ પહોંચતાં પરિવાર ઘરની બહાર આવ્યો હતો

પોલીસ પહોંચતાં પરિવાર ઘરની બહાર આવ્યો હતો

ગુરુનાથે જણાવ્યું હતું કે, ચટ્ટુગલ્લા બેન્ની, તેની પત્ની અને બે બાળકો આ મકાનમાં રહે છે. તે બધા કોરોનાથી ડરતા હતા, તેથી તેને પોતાને ઘરની અંદર બંધ કરી દીધા. આશા વર્કર તેના ઘરે ગઈ ત્યારે તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. આ પછી તેના સબંધીઓએ જણાવ્યું કે, મકાનમાં બંધ રહેવાથી તબિયત બગડી હતી, જે બાદ પોલીસને જાણ કરાઈ. પોલીસે પહોંચી દરવાજો ખોલવા વિનંતી કરી હતી.

સતત ઘરમાં બંધ રહેવાથી આવી હાલત થઈ ગઈ

સતત ઘરમાં બંધ રહેવાથી આવી હાલત થઈ ગઈ

પોલીસના કહેવા મુજબ, દરવાજો ખોલ્યા બાદ બહાર આવ્યા ત્યારે પરિવારની હાલત ગંભીર હતી. તેમના વાળ ઘણા લાંબા હતા, ઘણા દિવસોથી નાહ્યા ન હતા. તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સરપંચે કહ્યું કે, જો તેમને બહાર કા ઢવામાં ન આવ્યો હોત તો તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હોવાથી તે થોડા દિવસોમાં મરી ગયા હોત.

સરપંચે આ વાત જણાવી

સરપંચે આ વાત જણાવી

સરપંચે કહ્યું કે, જ્યારે વોલેન્ટિયર તેના ઘરે ગયા ત્યારે તેણે તેમને કહ્યું કે, જો તે બહાર આવશે તો તે મરી જશે. એમ કહીને તેણે ઘરની બહાર આવવાની ના પાડી. હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, પરંતુ 15 મહિનાથી ઘરમાં બંધ હોવાથી તેમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ.

English summary
The family kept itself imprisoned in the house for 15 months due to the fear of COVID.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X