પેશન સિસ્ટમની સમિક્ષા માટે પેનલ બનવામાં આવી, અંતરીક્ષ નીતિ 2023ને મંજુરી, જાણો નાણા મંત્રાલયના નિર્ણયો
સરકારી કર્મચારીઓને રિટાર્યમેન્ટ બાદ પેંશન તેમની સામાજીક સુરક્ષા માટે ખૂબ જ મહત્વનું હોય છે. હવે કેન્દ્ર સરકાર તરફથી કર્મચારીઓ માટે એક નવી પેંશન નીતિ લાગુ કરવામાં આવી રહી છે. જો કે, ભારતીમાં સરકારી કર્મચારીઓ માટે લાગુ કરવાામા આવેલી પેન્શન યોજનાની શરુઆતથી તેના અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. જુની પેંશન યોજનામાં પરત ફરવાની સતત માંગ કરવામાં આવી રહી છે. એવામાં કેન્દ્ર સરકારે કર્મચારીઓથી ચિતા અને માંગોને ધ્યાનમાં રાખીને પેંશન પ્રણાલીની સમીક્ષા માટે એક સમિતિની બનાવી છે. ગુરુવારે એક મહત્વની બેઠખમાં નાણા મંત્રાલયે ઘણા મહત્વના નિર્ણય લીધા હતા.

પેંશન સિસ્ટમની સમીક્ષા માટે કેન્દ્રીય મંત્રી મંડળ તરફથી સમિતિ બનવવતા પહેલા ઘણા રાજ્યોએ એનપીએસ ને હટાવીને જૂની પેશન યોજનાને ફરી લાગી કરી દિધી છે. કેન્દ્રએ નાણા સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષામાં ચાર સભ્યોની સમિતિ બનાવી છે . નાણા મંત્રાલય તરફથી બહાર પાડવામા આવેલ લીસ્ટ અનુસાર સમિતિમાં સચિવ, કાર્મિક, વિશેષ સચિવ, કર્મચારી અે પેંશન કોષ નિયામક અને વિકાસ પ્રાધિકરાણના અધ્યક્ષનો પણ સમાવેશ કરવામા આવેય છે.
એનપીએસની સમીક્ષા અને તેને સુધારની શક્યતાની માગને લઇને સરકાર પાસે રવામાં આવેલ માંગ બાદ આ પગલુ ઉઠવાામાં આવ્યુ છે. નવી સમિતિ રાજ્યો પાસેથી વિચાર પણ માંગશે અને એનપીએ લાભાર્થિઓ માટે પેંશન લાભાર્થિ માટે પેંશન લાભોમાં સંશોધન કરવા અથવા સુધારો કરવાના વિકલ્પ આપવાનો સુજાવ આપશે. નિર્મલા સિત્તારમણે ગયા મહિને જાહેરાત કરી હતી કે, કેન્દ્ર સરકાર નાણા સચિવની અધ્યક્ષતામાં એનપીએની સમીક્ષા માટે એક સમિતિની બનાવશે. કમીટી પેશન સાથે જોડાયેલા મુદ્દે સમાધાન કાઢશે.
આ સિવાય બેઠકમાં કેન્દ્રીય મંત્રી મંડળન બેઠકમાં ભારતીય અંતરીક્ષ નીતિ 2023 ને પણ મંજુરી આપવામાં આવી હતી. જેનો ઉદેશ્ય અંતરીક્ષ વિભાગની ભૂમિકાને પ્રોત્સાહીત કરવાનો છે. ઇસરો મિશનની ગતિવિધિઓ, અનુસંધાન, શિક્ષા, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગની મોટી ભાગીદારીને પ્રોત્સાહન આપે છે.












Click it and Unblock the Notifications
