બીજેપી પુર્વ નેતાએ ભ્રષ્ટાચારને લઈને પાર્ટીને ઘેરી, કહ્યું-40 વર્ષમાં આટલો ભ્રષ્ટાચાર નથી જોયો

ભ્રષ્ટાચારમાં લિપ્ત નરેન્દ્ર મોદી સરકાર પર ઉદ્યોગપતિઓ માટે કામ કરવાનો આરોપ લાગી રહ્યો છે ત્યારે હવે બીજેપી નેતાએ જ ભ્રષ્ટાચારને લઈને મોટો દાવો કર્યો છે.

પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજેન્દ્ર પ્રતાપ સિંહ ઉર્ફે મોતી સિંહે ભ્રષ્ટાચારને લઈને પોતાની જ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

Rajendra Pratap Singh

તેમણે કહ્યું કે, ચાર દાયકાથી વધુની તેમની રાજકીય કારકિર્દીમાં તેમણે પોલીસ સ્ટેશનો અને તાલુકાઓમાં આવો ભ્રષ્ટાચાર ક્યારેય જોયો નથી. પ્રતાપગઢ જિલ્લાના પોલીસ સ્ટેશનો અને તાલુકાઓમાં ભ્રષ્ટાચાર ખતમ થવો જોઈએ, તો જ મતદારોનું સાચું સન્માન થશે.

પટ્ટી વિધાનસભા મતવિસ્તારમાં ભાજપે બ્લોક ઓડિટોરિયમમાં મતદાર સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. જેમાં વિધાનસભા હેઠળના તમામ વિભાગોના મતદારોનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમનું ઉદઘાટન ભાજપના જિલ્લા પ્રભારીએ કર્યું.

તેમણે કહ્યું કે, આપણે 2027 તરફ જોવું પડશે. તમને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ફરી કામ કરવાની તક મળશે. પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે, વિધાનસભા ક્ષેત્રના મતદારોએ ભાજપને માન આપીને ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું.

તેમણે કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓનું ખરેખર સન્માન ત્યારે જ થશે જ્યારે પોલીસ સ્ટેશનો અને તાલુકાઓમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X