Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યુવતીએ મહિલા પોલીસ કોન્સ્ટેબલ પર રસ્તા વચ્ચે જ હુમલો કર્યો, વીડિયો બનાવતા રહ્યા લોકો

આજકાલ ઉત્તર પ્રદેશમાં ગુંડારાજ પાછુ આવી રહ્યું હોય તેવા દ્રશ્યો રોજ સામે આવી રહ્યાં છે. હવે આવો જ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સહારનપુરમાં એક યુવતીએ મહિલા આરપીએફ કોન્સ્ટેબલ સાથે જાહેરમાં જ મારામારી શરૂ કરી દીધી હતી. કોઈ બાબતે લડાઈ શરૂ થયા બાદ બન્ને વચ્ચે મારામારી થઈ અને લોકો ઝઘડતા રહ્યાં.

girl attacked the female police

આ લડાઈ એટલી ઉગ્ર હતી કે યુવતીએ આરપીએફ લેડી કોન્સ્ટેબલને બાઈક પરથી પછાડી દીધી. સ્કૂટર પરથી પડ્યા બાદ તેણે મહિલા કોન્સ્ટેબલ સાથે મારપીટ શરૂ કરી દીધી. આ દરમિયાન ત્યાં હાજર લોકો વીડિયો બનાવતા રહ્યા. કોઈપણ લોકોને બન્નેને છુટા પાડવાનો વિચાર ન આવ્યો.

ઘટના બાદ પોલીસ અને જીઆરપી જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા અને લેડી કોન્સ્ટેબલને યુવતીથી બચાવી લીધી. હાલ પોલીસે હુમલો કરનાર યુવતીની ધરપકડ કરી છે અને તેની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ઘટના સહારનપુર જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના રેલ્વે સ્ટેશન આસપાસની છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઘટના દરમિયાન મહિલા કોન્સ્ટેબલ લોકોને બચાવવા માટે બુમો પાડી રહી છે પરંતુ કોઈ તેમની નજીક જતું નથી. બાદમાં હેલ્મેટ પહેરેલ એક વ્યક્તિ ત્યાં પહોંચે છે અને બંનેને અલગ કરવાનો પ્રયાસ કરે છે.

સમાચારો અનુસાર, યુવતી પસાર થઈ રહી હતી ત્યારે મહિલા કોન્સ્ટેબલે તેને રસ્તાની બાજુએ ચાલવા કહ્યું હતું. આટલી વાતમાંથી યુવતી ઉશ્કેરાઈ અને હુમલો કરી દીધો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X