કોરોનાની ચોથી લહેરના જોખમ વચ્ચે આવ્યા આ સારા સમાચાર
એક તરફ જ્યાં દેશમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોરોના સંબંધિત એક સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. INSACOG એ જણાવ્યું છે કે, ભારતમાં કોવિડના બહુ ઓછા રિકોમ્બિનન્ટ વેરિઅન્ટ્સ જોવા મળ્યા છે. આમાંના કોઈપણ પ્રકારે સ્થાનિકીકરણ કે સંક્રમણમાં વધારો દર્શાવ્યો નથી, કે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોય તેવા ગંભીર રોગનો કોઈ કેસ નથી.

ભારતમાં કોવિડના બહુ ઓછા રિકોમ્બિનન્ટ વેરિઅન્ટ્સ
ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયાએ બુધવારના રોજ જણાવ્યું હતું કે, જીનોમ સિક્વન્સિંગ એનાલિસિસના આધારે એવું કહી શકાય કે, ભારતમાં કોવિડનાબહુ ઓછા રિકોમ્બિનન્ટ વેરિઅન્ટ્સ જોવા મળ્યા છે.
બુધવારના રોજ પ્રકાશિત 18 એપ્રીલના તેના સાપ્તાહિક બુલેટિનમાં, INSACOG એ જણાવ્યું હતું કે, 'જિનોમસિક્વન્સિંગ વિશ્લેષણના આધારે, એવું કહી શકાય કે ભારતમાં કોવિડના બહુ ઓછા રિકોમ્બિનન્ટ વેરિઅન્ટ્સ જોવા મળ્યા છે.
અત્યાર સુધી, કોઈએ એક વ્યક્તિથી બીજીવ્યક્તિમાં ટ્રાન્સમિશન અથવા ગંભીર બીમારી અથવા હોસ્પિટલમાં દાખલ થવાના કેસમાં કોઈ વધારો નોંધ્યો નથી.

રિકોમ્બિનન્ટ વેરિઅન્ટ્સ પર નજીકથી રાખવામાં આવી રહી છે નજર
INSACOG એ જણાવ્યું હતું કે, શંકાસ્પદ રિકોમ્બિનન્ટ વેરિઅન્ટ્સ સાથે સંક્રમણની ઘટનાઓ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. સપ્તાહ દરમિયાન 16ટકાના ઘટાડા સાથે નવા કોવિડ 19 કેસની સંખ્યામાં સતત બીજા સપ્તાહમાં ઘટાડો થયો છે. આવા સમયે ગત સપ્તાહની તુલનામાં વૈશ્વિક કોવિડ કેસમાં નવા મૃત્યુનીસંખ્યામાં પણ ઘટાડો થયો છે.

XE અને XD ના રિકોમ્બિનન્ટ વેરિઅન્ટ્સ પર નજીકથી નજર
INSACOG એ જણાવ્યું હતું કે, વૈશ્વિક પરિદ્રશ્ય પર બે રિકોમ્બિનન્ટ વેરિઅન્ટ્સ - XE અને XD પર સમગ્ર વિશ્વમાં નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
XD, જેમાં ડેલ્ટા જીનોમમાં સમાવિષ્ટ ઓમિક્રોન એસ જનીન છે. તે મુખ્યત્વે ફ્રાન્સમાં જોવા મળી રહ્યું છે.

XE એ BA.1 અને BA.2 નું રિકોમ્બિનન્ટ
INSACOG એ જણાવ્યું હતું કે, XE એ BA.1 અને BA.2 નું રિકોમ્બિનન્ટ છે, જેમાં BA.2 થી સંબંધિત S જનીન સહિત મોટાભાગના જીનોમનો સમાવેશ થાયછે. XE થોડી ઝડપથી ફેલાય છે. XE પણ BA.2 થી ઝડપથી વધે છે. જોકે, આ શોધને હજૂ વધુ પુષ્ટિની જરૂર છે.

આ કામ કરે છે INSACOG
ઉલ્લેખીય છે કે, INSACOG ભારતમાં એરપોર્ટ જેવા એન્ટ્રી પોઈન્ટ્સ પર આંતરરાષ્ટ્રીય મુસાફરોના સેમ્પલના સિક્વન્સિંગ દ્વારા દેશભરમાં SARS-CoV-2 નુંજીનોમિક સર્વેલન્સ કરે છે.
INSACOG દ્વારા 8 એપ્રીલ સુધી કુલ 2,05,807 નમૂનાઓ ક્રમબદ્ધ કરવામાં આવ્યા છે. આવા સમયે અત્યાર સુધીમાં કુલ 2,04,697નમૂનાઓના ક્રમનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.