For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારે ભારતમાં VLC મીડિયા પ્લેયર પરથી પ્રતિબંધ હટાવ્યો, જાણો શું છે પુરો વિવાદ?

ભારત સરકારે જાણીતા VLC મીડિયા પ્લેયર પરથી પ્રતિબંધ હટાવી દીધો છે. આ પહેલા તેના પર આ વર્ષની શરૂઆતમાં સરકારે પ્રતિબંધ મુક્યો હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

ભારત સરકારે જાણીતા VLC મીડિયા પ્લેયર પરથી પ્રતિબંધ હટાવી દીધો છે. આ પહેલા તેના પર આ વર્ષની શરૂઆતમાં સરકારે પ્રતિબંધ મુક્યો હતો.

VLC

મળતી વિગતો અનુસાર, ભારત સરકારના ભારતીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે VLC મીડિયા પ્લેયરની વેબસાઈટ પરથી પ્રતિબંધ હટાવી લીધો છે.ભારતના ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશને આની પુષ્ટિ કરી છે. આને VLCને કાનૂની સહાય પૂરી પાડવાનો દાવો કર્યો છે.

આ વર્ષની શરૂઆતમાં ભારતમાં VLC મીડિયા પ્લેયર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારત સરકારે VLC મીડિયા પ્લેયર કંપની અને તેના વપરાશકર્તાઓ બંનેને આ પ્રતિબંધ વિશે કોઈ માહિતી આપી નથી. VLC મીડિયા પ્લેયર પરનો પ્રતિબંધ હટાવ્યા બાદ હવે તેને VideoLANની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. સત્તાવાર વેબસાઇટ દર્શાવે છે કે અત્યાર સુધીમાં 73 મિલિયનથી વધુ લોકો આ પ્લેયરને ડાઉનલોડ કરી રહ્યાં છે.

રિપોર્ટ અનુસાર, આ વર્ષે ઓક્ટોબરમાં VLC નિર્માતાઓએ ભારત સરકારને કાનૂની નોટિસ મોકલી હતી. જેમાં તેમને ભારતમાં VLCની સેવા પર પ્રતિબંધ શા માટે મૂકવામાં આવ્યો છે તેનું કારણ પૂછવામાં આવ્યું હતું. કંપનીએ કહ્યું કે જો ભારત પ્રતિબંધ માટે વાજબી તર્ક આપવામાં નિષ્ફળ જશે તો VideoLAN ને ભારતના બંધારણ દ્વારા બાંયધરી આપવામાં આવેલા અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ કાનૂની કાર્યવાહી શરૂ કરવાની ફરજ પડશે. હવે આઈટી મંત્રાલયે પ્રતિબંધ હટાવી દીધો છે.

English summary
The government lifted the ban on VLC media player in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X