For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકાર ખેડૂતોને પ્રતિ એકર 1500 રૂપિયા આપશે

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા શનિવારના રોજ કૃષિ સંબંધિત એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢ, 30 એપ્રીલ : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા શનિવારના રોજ કૃષિ સંબંધિત એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

bhagwant Mann

પંજાબ સરકારે ડાંગરની સીધી વાવણી કરનારા ખેડૂતોને પ્રતિ એકર 1500 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જો કોઈ ખેડૂત સીધા એક એકરમાં ડાંગરની વાવણી કરશે તો તેને રાજ્ય સરકાર તરફથી 1500 રૂપિયા મળશે. ખેડૂતો 20 મેથી ડાંગરની સીધી રોપણી કરી શકશે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, જે રીતે ડાંગરની ખેતી કરવામાં આવી રહી છે, તેમાં ઘણું પાણી લાગે છે. રાજ્યમાં પાણીનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે.

આવી સ્થિતિમાં ડાંગરની સીધી વાવણી એ એક વિકલ્પ છે, જેમાં ઓછા પાણીનો ખર્ચ થશે. માને ખેડૂતોને અપીલ કરી છે કે, તેઓ તેમના મિત્રો, સંબંધીઓને ડાંગરની સીધી ખેતી કરવા માટે પ્રેરિત કરે કારણ કે આપણે સાથે મળીને પંજાબની માટીનું પાણી બચાવવાનું છે.

English summary
The government will give Rs 1,500 per acre to farmers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X