For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહીન બાગમાં બંદૂક લહેરાવી લાશોનો ઢગલો કરવાની ધમકી આપી હતી, આ પ્રોપર્ટી ડીલરના નામે છે પિસ્ટલ

શાહીન બાગમાં બંદૂક લહેરાવી લાશોનો ઢગલો કરવાની ધમકી આપી હતી, આ પ્રોપર્ટી ડીલરના નામે છે પિસ્ટલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન એક્ટને લઈ દોઢ મહિનાથી દિલ્હીના શાહીન બાગમાં વિરોધ પ્રદર્શન કરીરહેલા લોકોમાં તે સમયે ડર વ્યાપી ગયો જ્યારે એક બંદૂક લઈ એક શખ્સ ભીડમાં ઘૂસી ગયો. શખ્સે પ્રદર્શનકારીઓને ચેતવણઈ આપતા ત્યાંથી હટવા કહ્યું અને એવું ના કરવા પર ખરાબ પરિણામની ધમકી આપી. જો કે આરોપીને લોકોની ભીડે કાબૂ કર્યો અને મામલો શાંત થયો. હવે એવા અહેવાલ આવી રહ્યા છે કે દિલ્હી પોલીસે પિસ્ટલ માલિકની ઓળખ કરી લીધી છે.

પ્રોપર્ટી ડીલરના નામે છે પિસ્ટલ

પ્રોપર્ટી ડીલરના નામે છે પિસ્ટલ

ઉલ્લેખનીય છે કે દિલ્હીના શાહીન બાગમાં ઘણા સમયથી સીએએ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને પબ્લિક ત્યાંથી હટવાનું નામ નથી લઈ રહી આનાથી સામાન્ય જનતાએ પણ ભારે પરેસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. મંગળવારે ભીડ વચ્ચે પિસ્ટલ લઈ પહોંચેલ શખ્સને લઈ પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આરોપીની બંદૂક જપ્ત કર્યા બાદ જ્યારે તેની તપાસ થઈ તો લાઈસેન્સ કોઈ મોહમ્મદ લુકમાનના નામ પર રજિસ્ટર મળ્યું. તે એક પ્રોપર્ટી ડીલર હોવાનું જાણવા મળ્યું. જો કે જેણે બંદૂક લહેરાવી તે બીજું જ કોક હતું જેની ઓળખ પણ નથી થઈ શકી.

ઘટના બાદ લોકોમાં ભય

ઘટના બાદ લોકોમાં ભય

બીજી તરફ એક ટ્વીટમાં દાવો કરવામાં આવ્યો કે શાહીન બાગ પ્રદર્શનકારીઓ વચ્ચે 2 શખ્સ જબરદસ્તી ઘૂસી ગયા જેમાંથી એકે બંદૂક લહેરાવી અને કહ્યું કે વિસ્તાર ખાલી કરી દો નહિ તો લાશોનો ઢગલો કરી દઈશ. જેની થોડીવાર બાદ રિપોર્ટ આવ્યા કે ત્યા હવે હાલાત સામાન્ય છે. આ દરમિયાન શાહીન બાગ વિસ્તારની લાઈટ જવાથી અને અંધારુ થવાથી પણ લોકોમાં દેશત ફેલાઈ ગઈ. લાઈટ ગયા અને લહેરાવાની ઘટના બાદ ત્યાંના લોકો વધુ સતર્ક થઈ ગયા છે.

દિલ્હી ચૂંટણીમાં પણ છવાયું શાહીન બાગ

દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં પણ શાહીન બાગ સતત ચર્ચામાં છે. ભારતીય જનતા પાર્ટી સતત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આરોપ લગાવી રહી છે કેતેઓ આ પ્રદર્શનની પાછળ છે. જ્યારે કોંગ્રેસ અને આપનું કહેવું છે કે સરકારના લોકોએ પ્રદર્શન કરી રહેલા લોકો સાતે મળી ગતિરોધ દૂર કરવા જોઈએ.

નિર્ભયા મામલાના દોષી મુકેશની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણીનિર્ભયા મામલાના દોષી મુકેશની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

English summary
The gun was waved in Shaheen Bagh, the pistol is in the name of this property dealer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X