For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહનો દાવો, 2014માં દેશમાં આવશે મોટું પરિવર્તન!

|
Google Oneindia Gujarati News

મિર્ઝાપુર, 8 ઓક્ટોબર: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તર પ્રદેશમાં પાર્ટીના કેન્દ્રીય પ્રભારી અમિત શાહે વર્ષ 2014ના ચૂંટણીમાં પાર્ટીને ભારે સફળતા મળવાનો દાવો કરતા જણાવ્યું છે કે એટલું મોટું પરિવર્તન આવશે કે જેની કોઇએ કલ્પના નહીં કરી હોય.

મિર્ઝાપુર જિલ્લામાં સ્થિત મા વિન્ધ્યવાસિનીના દર્શન માટે વિન્ધ્યાચલ પહોંચેલા શાહે આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટીની સંભાવનાઓ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં દાવો કર્યો કે દેશમાં આઝાદી બાદ 2014માં એટલું મોટું પરિવર્તન થવાનું છે, જેની કોઇએ કલ્પના પણ નહીં કરી હોય. તેમણે દાવો કર્યો કે હાલમાં નરેન્દ્ર મોદીની લહેર ચાલી રહી છે અને લોકસભા ચૂંટણી બાદ દેશની કમાન તેમના હાથમાં હશે.

amit shah
ઉત્તર પ્રદેશમાં પાર્ટીની સંભાવનાઓ અંગે તેમણે જણાવ્યું કે અત્રે ભાજપાની સંગઠનાત્મક ઉણપ ખૂબ હદ સુધી દૂર કરી દેવાઇ છે અને લોકસભા ચૂંટણીમાં પાર્ટી એકવાર ફરી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવશે. ઉમેદવારોની જાહેરાત ક્યાં સુધી થઇ જશે એવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે અને ઉમેદવારોની જાહેરાતમાં હજી થોડો સમય લાગી શકે છે.

તેઓ વિન્ધ્યવાસિની દેવી પાસે શું માંગ કરશે, એવું પૂછાતા તેમણે જણાવ્યું કે તેઓ દર્શન કરવા જઇ રહ્યા છે. માતાને મારી વાત કહીશ અને માતાની વાત સાંભળીશ. શાહની સાથે પાર્ટીના જિલ્લા સ્તરીય હોદ્દેદારો ઉપરાંત કોઇ અન્ય મોટો નેતા હાજર ન્હોતો.

English summary
Amit Shah claiming that, in 2014, the country will be transformed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X