The Kerala Story ફિલ્મની ટીમ યોગી આદિત્યનાથ સાથે કરશે મુલાકાત
ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ને યુપીમાં પણ ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. હવે ફિલ્મની ટીમ યુપીના સીએમ યોગી આદિત્યનાથને મળવા જઈ રહી છે. ફિલ્મના મેકર્સ ફિલ્મને ટેક્સ ફ્રી કરવા બદલ સીએમ યોગીનો આભાર માનવા ઉપરાંત ફિલ્મની સ્ટોરી પર પણ ચર્ચા કરશે.
ધ કેરળ સ્ટોરીના સમર્થનમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે પણ આખી કેબિનેટ સાથે ફિલ્મ જોવાની જાહેરાત કરી છે. આ સિવાય યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે ફિલ્મને ટેક્સ ફ્રી કરવાના નિર્ણયનું સ્વાગત કર્યુ છે.

તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના લોકો ફિલ્મ જોવા માંગે છે અને સમજવા માંગે છે કે અમારા ભાઈ-બહેનોએ કેવી રીતે સહન કર્યુ છે. અમે ફિલ્મ જોઈશું. બંગાળમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો લોકોને પસંદ આવ્યો નથી.
તમને જણાવી દઈએ કે ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'નું ટ્રેલર રિલીઝ થયા બાદ વિવાદ શરૂ થયો હતો. તેના ટ્રેલરમાં દાવો કરવામાં આવ્યો છે કે કેરળમાંથી 32,000 મહિલાઓ ગુમ થઈ ગઈ હતી અને આતંકવાદી જૂથ ISISમાં જોડાઈ હતી. ઘણા રાજકારણીઓએ દાવાની સચ્ચાઈ પર સવાલ ઉઠાવતા ભારે રાજકીય ચર્ચા ચાલી.
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે આ ફિલ્મ ખોટો પ્રચાર કરે છે. વધતા વિવાદને જોતા પાછળથી ટ્રેલરમાં ફેરફાર કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે આ ફિલ્મ ત્રણ મહિલાઓની વાર્તા પર આધારિત છે.
કેરળ હાઈકોર્ટે કહ્યું કે આ ફિલ્મમાં મુસ્લિમ ધર્મ પર કોઈ આરોપ લગાવવામાં આવ્યો નથી, બલ્કે આઈએસઆઈએસની કહાની બતાવવામાં આવી છે. વાસ્તવમાં, આ ફિલ્મ એવી છોકરીઓની વાર્તા કહે છે જે નર્સ બનવા માંગતી હતી, પરંતુ આઈએસઆઈએસની આતંકી બની ગઈ. આ ફિલ્મને લઈને દેશભરમાં અનેક જગ્યાએ વિવાદ ચાલી રહ્યો છે, જ્યારે ઘણી જગ્યાએ સમર્થન મળી રહ્યું છે. જેણે હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી દીધુ છે.












Click it and Unblock the Notifications
