For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ પાર્ટી માટે હવે ઉપયોગી નથી રહ્યુ ગાંધી પરિવારનુ નેતૃત્વ, પૂર્વ કોંગ્રેસી નેતા અશ્વિની કુમાર

કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમારે પ્રતિક્રિયા આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પાંચ રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના સૂપડા સાફ થતા દેખાઈ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના શરમજનક પ્રદર્શનને લઈને હાલમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમારે પ્રતિક્રિયા આપીને કહ્યુ કે કોંગ્રેસના નિરાશાજનક પ્રદર્શનથી સ્પષ્ટ છે કે હવે તે રાષ્ટ્રીય પાર્ટી નથી રહી પરંતુ તે એક સ્થાનિક પાર્ટી હોવાની દિશામાં આગળ વધી રહી છે.

Ashwinikumar

ગાંધી પરિવારનુ નેતૃત્વ હવે મજબૂત નથી રહ્યુ

ચૂંટણી પરિણામોને લઈને તેમણે કહ્યુ કે આ પરિવર્તનકારી પરિણામ છે. લગભગ 46 વર્ષ સુધી કોંગ્રેસમાં રહેલ અશ્વિનીકુમારે કહ્યુ કે ગાંધી પરિવાર હવે પાર્ટી માટે ચૂંટણી નથી જીતી રહ્યુ. તેમણે કહ્યુ કે આ ચૂંટણીથી સ્પષ્ટ છે કે ગાંધી પરિવારનુ નેતૃત્વ હવે કોંગ્રેસ માટે કંઈ નથી કરી રહ્યુ. તે હવે મજબૂત નથી રહ્યા.

પાર્ટીના નિર્ણયો પર હવે નથી લાગતી સોનિયા ગાંધીની મહોર

પાર્ટી છોડ્યા બાદ ખુદને સોનિયા ગાંધીના વફાદાર ગણાવીને તેમણે કહ્યુ કે હવે પાર્ટીના નિર્ણયો પર સોનિયા ગાંધીની મહોર નથી લાગતી. તેમણે કોઈનુ નામ લીધા વિના કહ્યુ કે સોનિયા ગાંધીના જે નિયંત્રણમાં છે તેને લાંબા સમય સુધી રાષ્ટ્રીય વિકલ્પ તરીકે સ્વીકાર કરી શકાય નહિ.

કોંગ્રેસને લઈને હજુ પણ આશાવાદ

અશ્ચિની કુમારે કહ્યુ કે પરંતુ હું હજુ પણ આશાવાદી છુ કારણકે જેમ પાણી પોતાનો રસ્તો શોધી લે છે, લોકો પણ પોતાના નેતાઓને શોધી લે છે. તેમણે કહ્યુ કે પંજાબમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીથી હારી ગઈ. આ ઉપરાંત ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં માનવામાં આવી રહ્યુ હતુ કે જો તે સત્તામાં વાપસી ન કરી શક્યુ તો કમસે કમ જબરદસ્ત ટક્કર જરુર આપશે.

બધાને ખબર હતી કે આપને પ્રચંડ બહુમત મળશે

તેમણે કહ્યુ, 'હું પોતાની પીઠ નથી થપથપાવા માંગતો પરંતુ મે એ કહી દીધુ હતુ કે આપ પંજાબમાં આવનારી સુનામી છે. આપણે સહુ જાણતા હતા કે તે 75થી વધુ સીટોથી જીતશે પરંતુ કોઈની આ કહેવાની હિંમત નહોતી કારણકે આ મૂર્ખતાપૂર્ણ લાગી રહ્યુ હતુ.'

હું કોંગ્રેસની દુર્દશાથી ખુશ નથી

અશ્વિની કુમારે આગળ કહ્યુ, 'હું કોંગ્રેસ પાર્ટીની દુર્દશાથી ખુશ નથી પરંતુ ભવિષ્યમાં તેની રાજકીય પ્રાસંગિકતા નગણ્ય રહેશે. કોંગ્રેસ પાર્ટીનુ યોગદાન નગણ્ય થવા જઈ રહ્યુ છે. દેશમાં ઉભરી રહેલ રાજકીય પરિદ્રશ્યને જોતા કોંગ્રેસ પાર્ટી એક સ્થાનિક પાર્ટી બની રહેશે.' તેમણે કહ્યુ કે પંજાબના પરિણામ રાજકીય પરિદ્રશ્યને બદલવા જઈ રહ્યા છે. પંજાબમાં આપે જે પ્રદર્શન કર્યુ છે તે પ્રશંસનીય છે. કેજરીવાલે દિલ્લીમાં જે કામ કર્યુ છે તેના કારણે તેમને વોટ મળ્યા છે.

English summary
The leadership of the Gandhi family is no longer useful for the Congress party- Ashwini Kumar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X