For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૃહ મંત્રાલય દ્વારા રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું લાઇસન્સ રદ્દ કરાયું

કેન્દ્ર સરકાર દ્વારા રાજીવ ગાંધી ફાઉન્ડેશન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે RGF નું લાઇસન્સ રદ્દ કરી દીધું છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકાર દ્વારા રાજીવ ગાંધી ફાઉન્ડેશન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે RGF નું લાઇસન્સ રદ્દ કરી દીધું છે. એક રિપોર્ટ મુજબ રાજીવ ગાંધી ફાઉન્ડેશન પર ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેટરી એક્ટ (FCRA)એ ઉલ્લંઘન કરવાના કેસમાં દોષીત ઠેરવવામાં આવ્યા છે, જે બાદ ગૃહ મંત્રાલયે રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું લાઇસન્સ રદ્દ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશન એ એક બીન સરકારી સંસ્થા છે અને તે ગાંધી પરિવાર સાથે જોડાયેલું છે. સુત્રોના જણાવ્યા અનુસાર જુલાઇમાં 2022માં ગૃહ મંત્રાલયના આધારે એક તપાસ કમિટી બનાવી હતી.

હવે વિદેશમાંથી ફંડ સ્વીકારી શકશે નહીં

હવે વિદેશમાંથી ફંડ સ્વીકારી શકશે નહીં

ગૃહ મંત્રાલયની આ કાર્યવાહી બાદ રાજીવ ગાંધી ફાઉન્ડેશન હવે વિદેશમાંથી ફંડ સ્વીકારી શકશે નહીં.

ગૃહ મંત્રાલયની આ કાર્યવાહી બાદભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ જણાવ્યું હતું કે, એવું લાગે છે કે, આ સંસ્થાની રચના એટલા માટે કરવામાં આવી હતી, જેથીવિદેશમાંથી નાણાં એકત્ર કરી શકાય અને તેનો ઉપયોગ ગાંધી પરિવારની સુવિધાઓ માટે થઈ શકે.

આમને મોકલાઇ લાઇસન્સ રદ કરવાની નોટિસ

આમને મોકલાઇ લાઇસન્સ રદ કરવાની નોટિસ

ઉલ્લેખનીય છે કે, એવો આરોપ છે કે રાજીવ ગાંધી ફાઉન્ડેશને ખોટી રીતે વિદેશમાંથી ફંડ લીધું હતું અને ફેમા એક્ટનું ઉલ્લંઘન કર્યું હતું.

જેબાદ 2020માં ગૃહ મંત્રાલય દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિના રિપોર્ટના આધારે ગૃહ મંત્રાલયે આ કાર્યવાહી કરીછે.

સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રાને લાઇસન્સ રદ કરવાની નોટિસ મોકલવામાં આવી છે.

હવે સંસ્થાનું મેઇન ફોકસ શિક્ષણ પર

હવે સંસ્થાનું મેઇન ફોકસ શિક્ષણ પર

અત્રે એે પણ નોંધનીય છે કે, આરજીએફની સ્થાપના 1991માં થઈ હતી. આ સંસ્થા વિજ્ઞાન, આરોગ્ય, બાળકો, મહિલાઓ, દિવ્યાંગોની મદદમાટે કામ કરે છે. 2010માં સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે, હવે સંસ્થાનું મેઇન ફોકસ શિક્ષણ પર રહેશે.

English summary
The license of Rajiv Gandhi Foundation was canceled by the Ministry of Home Affairs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X