
વધુ એક એરપોર્ટ હવે અદાણીના હાથમાં, આ એરપોર્ટનું સંચાલન હવે અદાણી ગ્રુપ કરશે
દેશના એરપોર્ટને ખાનગી સેક્ટરને સોંપવાના સરકારના નિર્ણય બાદ કેન્દ્ર સરકાર એક પછી એક એરપોર્ટનું મેનેજમેન્ટ ખાનગી સેક્ટરને સોંપી રહી છે. અમદાવાદ, લખનઉ, જયપુર, મેંગલુરુ, તિરુવનંતપુરમ એરપોર્ટ બાદ હવે મુંબઈ એરપોર્ટનું સંચાલન પણ હવે ખાનગી સેક્ટરે ઓવરટેક કર્યુ છે.
એવિએશન સેક્ટરમાં અદાણી ગ્રુપનો દબદબો વધી રહ્યો છે ત્યારે હવે અદાણી ગ્રુપે મુંબઈ એરપોર્ટ મેનેજમેન્ટને ઓવરટેક કરી વહિવટ સંભાળી લીધો છે. આ માહિતી ખુદ ગૌતમ અદાણીએ ટ્વિટ કરી આપી છે. અમદાવાદ, લખનઉ, જયપુર, મેંગલુરુ, તિરુવનંતપુરમ એરપોર્ટ બાદ હવે અદાણી ગ્રુપે મુંબઈ એરપોર્ટનું મેનેજમેન્ટ પણ સંભાળી લીધુ છે.
ગૌતમ અદાણીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે, વર્લ્ડ ક્લાસ મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું મેનેજમેન્ટ ટેકઓવર કરીને અમને ખુશી છે. મુંબઈને ગૌરવ અપાવવું એ અમારું વચન છે. અદાણી સમૂહ બિઝનેસ, લક્ઝરી અને મનોરંજન માટે મુંબઈ એરપોર્ટને વધુ આરામદાયક બનાવીશે. અમે હજારો લોકોને રોજગારી આપીશું. અહિ ઉલ્લેખનિય છે કે, દેશના મુખ્ય એરપોર્ટના મેનેજમેન્ટને ખાનગી સેક્ટરને સોંપવાની કેન્દ્ર સરકારે 2019થી શરૂઆત કરી છે. અદાણી ગ્રુપન પહેલા જ અમદાવાદ, લખનઉ, જયપુર, મેંગલુરુ, તિરુવનંતપુરમ એરપોર્ટનું મેનેજમેન્ટ કરી રહ્યુ છે. અદાણી ગ્રુપ પાસે આ એરપોર્ટ 50 આગામી વર્ષ સુધી રહેશે.