For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરી થશે ધોધમાર વરસાદ, સપ્ટેમ્બરમાં હવામાન ખાતાની આગાહી

ફરી થશે ધોધમાર વરસાદ, સપ્ટેમ્બરમાં હવામાન ખાતાની આગાહી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આખા દેશમાં ચોમાસું મહેરબાન રહ્યું, આ વખતે સામાન્યથી વધુ વરસાદ થયો છે અને દેશના મોટાભાગના વિસ્તારોમાં 100 ટકાથી વધુ સીઝનનો વરસાદ વરસી ગયો છે. પરંતુ હજી પણ ચોમાસું જતું રહે તે પહેલાં વાદળો વરસશે. આગામી અઠવાડિયેથી દેશમાં વરસાદનો હજી એક રાઉન્ડ જોવા મળી શકે છે અને તે બાદ ધીરે ધીરે ચોમાસુ સીઝન પૂરી થશે, હવામાન વિભાગ મુજબ સપ્ટેમ્બરમાં દેશભરમાં સામાન્યથી વધુ વરસાદ થવાની સંભાવના છે.

18 સપ્ટેમ્બરથી દેશના કેટલાય રાજ્યોમાં વરસાદ થશે

18 સપ્ટેમ્બરથી દેશના કેટલાય રાજ્યોમાં વરસાદ થશે

ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ ડૉ. મૃત્યુંજય મહાપાત્રએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે 18 સપ્ટેમ્બરે સમાપ્ત થતા અઠવાડિયામાં રાજસ્થાનના પશ્ચિમી ભાગથી મૉનસૂનની જોરદાર વાપસી થઈ શકે છે, આ દરમ્યાન બંગાળની ખાડી, પશ્ચિમ- મધ્ય ભાગમાં નિમ્ન દબાણનું ક્ષેત્ર વિકસિત થવાની ઉમ્મીદ છે. કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં 17 સપ્ટેમ્બરથી વરસાદ જોવા મળી શકે છે.

પશ્ચિમ ભાગમાં સામાન્ય સ્થિતિ

પશ્ચિમ ભાગમાં સામાન્ય સ્થિતિ

જણાવી દઈએ કે India Meteorological Department (ભારતીય હવામાન ખાતું) એ જણાવ્યું કે, મૉનસૂન ટ્રફનો પશ્ચિમી ભાગ પોતાની સામાન્ય સ્થિતિની દક્ષિણમાં છે અને આગલા બે દિવસ સુધી આવી રીતે જ બની રહેવાનું અનુમાન છે, પૂર્વી છોડ પોતાની સામાન્ય સ્થિતિના ઉત્તરમાં આવેલ છે. મૉનસૂન ટ્રફ પોતાની સામાન્ય સ્થિતિના મુકાબલે ઉત્તરમાં શિફ્ટ થવાનું અનુમાન છે.

ઓગસ્ટમાં 44 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ઓગસ્ટમાં 44 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

જણાવી દઈએ કે ઓગસ્ટમાં વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો, દેશમાં આ વર્ષે ઓગસ્ટના મહિનામાં 1976 બાદ સૌથી વધુ વરસાદ થયો છે. હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ એકથી 28 ઓગસ્ટ સુધી દેશમાં 296.2 મિલીમીટર વરસાદ થયો, જ્યારે એક મહિનામાં એવરેજ 237.2 મિલીમીટર વરસાદ થાય છે.

આગલા 24 કલાકમાં હવામાનનો મિજાજ બદલાઈ શકે છે

આગલા 24 કલાકમાં હવામાનનો મિજાજ બદલાઈ શકે છે

હવામાન વિભાગે કહ્યું કે આગલા 24 કલાક દરમ્યાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, પંજાબ, ગોવા, કર્ણાટક અને તમિલનાડુ સહિત કેટલાય રાજ્યોમાં હવામાન પલટી ખાનાર છે. બિહાર, ઓરિસ્સા અને ઝારખંડમાં ભારે વરસાદ સંભવ છે જ્યારે અજમેર, દૌસા, ઝુંઝુનૂં, માં ક્યાંક ક્યાંક ગાજવીજ અને અજમેર, ભીલવાડા, ચિત્તોડગઢ, જયપુર, રાજસમંદ, સીકર, સવાઈમાધોપુર, ટોંક જિલ્લામાં પણ વાદળ વરસી શકે છે.

નાસિકઃ 24 કલાકમાં ત્રણ વાર ભૂકંપના ઝાટકા આવ્યાનાસિકઃ 24 કલાકમાં ત્રણ વાર ભૂકંપના ઝાટકા આવ્યા

English summary
The meteorological department also forecast rain in September
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X