Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આરોગ્ય મંત્રાલયે હોમ આઈસોલેશન માટે જારી કરી નવી ગાઈડલાઈન

આરોગ્ય મંત્રાલયે કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓને હોમ આઈસોલેશન પર જવાની છૂટ આપી છે પરંતુ આરોગ્ય મંત્રાલય તરફથી આ વિશે નવી ગાઈડલાઈન જારી કરી છે

ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4213 કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોના વાયરસના 67,152 કેસ સામે આવ્યા છે. આમાંથી 44,029 એક્ટિવ કેસ છે. 20,917 લોકો રિકવર થઈ ગયા છે અને 2206 લોકોના મોત થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં 22,171 કેસ સામે આવ્યા છે. આમાંથી 4199 લોકો રિકવર થઈ ગયા છે.

આરોગ્ય મંત્રાલયે લીધો નિર્ણય

આરોગ્ય મંત્રાલયે લીધો નિર્ણય

સંક્રમિત દર્દીઓની સંખ્યાને જોતા આરોગ્ય મંત્રાલયે કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓને હોમ આઈસોલેશન પર જવાની છૂટ આપી છે પરંતુ આરોગ્ય મંત્રાલય તરફથી આ વિશે નવી ગાઈડલાઈન જારી કરી છે જેમાં લખેલી વાતોનુ પાલન કરવુ ખૂબ જ જરૂરી છે.

કોરોના સંક્રમિત દર્દીઓને ત્રણ શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે

કોરોના સંક્રમિત દર્દીઓને ત્રણ શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે

  • પહેલા ખૂબ જ ઓછા લક્ષણવાળા દર્દી, જેમને કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવે છે.
  • બીજા એવા દર્દી જેમને કોરોનાા ત્રણ કે ચાર લક્ષણ દેખાય છે, આ દર્દીઓને કોવિડ હેલ્થ સેન્ટરમાં રાખવામાં આવે છે.
  • ત્રીજા એવા દર્દી જેમાં કોરોનાના બધા લક્ષણ દેખાય છે, આવા દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં રાખવામાં આવે છે.

આ છે ગાઈડલાન્સ

  • કોરોના સંક્રમિત દર્દી હોમ આઈસોલેશનમાં ત્યારે જ જઈ શકે છે જ્યારે ડૉક્ટર પોતાના રિપોર્ટમાં દર્દીને ઘરે જવાની મંજૂરી આપે.
  • બીજુ દર્દી પાસે ઘરે આઈસોલેશનની સુવિધા ઉપલબ્ધ હોય.
  • ઘરે દરેક વ્યક્તિ 24 કલાક તેની સાથે રહેનાર હોવુ જોઈએ.
  • હોસ્પિટલ સાથે દર્દી દરેક સમયે સંપર્કમાં હોય.
  • દર્દીના મોબાઈલ ફોન પર આરોગ્ય સેતુ એપ પણ હોવી ખૂબ જ જરૂરી છે.
  • દર્દીનો હેલ્થ રિપોર્ટ જિલ્લા આરોગ્ય અધિકારીને હોવો જોઈએ.
  • જે પણ દર્દી હોમ આઈસોલેશનમાં જશે તેણે એક ફોર્મ ભરવાનુ રહેશે.
આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને આપ્યુ મોટુ નિવેદન

આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને આપ્યુ મોટુ નિવેદન

વળી, રવિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને કહ્યુ હતુ કે છેલ્લા 3 દિવસનો અમારો ડબલિંગ રેટ 12 દિવસ છે, અમારો રિકવરી રેટ દેશમાં 30 ટકાની ઉપર પહોંચી ગયો છે. 60,000માંથી લગભગ 20,000 દર્દી રિકવર થઈને ઘરે જઈ ચૂક્યા છે. દેશમાં મૃત્યુદર હજુ પણ 3.3 ટકા છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે મંડોલી કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી. અહીં તેમણે કોરોના વાયરસથી રિકવર થઈ ચૂકેલા દર્દીઓ સાથે પણ મુલાકાત કરી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 20,228 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં 7796 કેસ સામે આવ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X