For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PNB SCAM: રૂપ બદલીને લંડનના રસ્તાઓ પર રખડી રહ્યો છે નીરવ મોદી

PNB SCAM: રૂપ બદલીને લંડનમાં રખડી રહ્યો છે નીરવ મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકના 13000 કરોડ રૂપિયા લઈને ફરાર થઈ ગયેલ હીરા કારોબારી નીરવ મોદીએ પોતાનો લુક બદલી નાખ્યો છે. લંડનના રસ્તાઓ પર નીવ મોદી કોઈપણ પ્રકારના ડર વીના ફરી રહ્યો છે. પીએનબી સ્કેમના મુખ્ય આરોપી નીરવ મોદીએ પોતાનું રૂપ બદલી લીધું છે. ભારતની તપાસ એજન્સીઓ તેમની તલાશમાં લાગી ગઈ છે અને નીરવ મોદી લંડનના રસ્તા પર બેખૌફ થઈ ફરી રહ્યા છે.

nirav modi

ધી ટેલિગ્રાફના રિપોર્ટ મુજબ હીરા કારોબારી નીરવ મોદી પાસે લંડનમાં પોતાનું ઘર છે અને તેણે ત્યાં પણ પોતાનો કારોબાર શરૂ કરી લીધો છે. અંગ્રેજી અખબારના રિપોર્ટરે લંડનના રસ્તા પર જ્યારે નીરવ મોદીને સ્પોટ કર્યો તો તેણે કેટલાય સવાલો કર્યા, પરંતુ નીરવ મોદી નીરવ મોદી પૂરી રીતે તે સવાલોથી બચતો જોવા મળ્યો. ધી ટેલિગ્રાફે નીરવ મોદીનો વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં તેનો લૂક પૂરી રીતે બદલતો જોવા મળી રહ્યો છે. તેણે દાઢી-મૂંછ વધારી લીધી છે. નીરવ મોદી કોઈનાથી પણ ડરી ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને હંસતા હંસતા તે રિપોર્ટરના સવાલને ટાળી રહ્યો છે. લેધ જેકેટ પહેરનાર નીરવ મોદીને ઓળખવો બહુ મુશ્કેલ નથી.

અખબારના રિપોર્ટરે તેને જ્યારે સવાલ કર્યા ત્યારે નીરવ મોદીએ એકપણ સવાલનો જવાબ ન આપ્યો. તે સવાલોને ટાળતો રહ્યો. જણાવી દઈએ કે ભારતીય બેંકોના 13000 કરોડ રૂપિયા લઈને તે ફરાર થઈ ચૂક્યો છે હાલ તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી ચૂકી છે. જો કે નીરવ મોદીના પ્રત્યર્પણ મામલામાં બ્રિટનના અધિકારીઓ તરફથી સહકાર ન મળતા ભારતીય અધિકારીઓ નારાજ છે. ભારતીય અધિકારીઓ ઉમ્મીદ જતાવી રહ્યા હતા કે તેઓ નીરવ મોદીની અસ્થાયી રૂપે ધરપકડ કરશે, જેથી ન્યાયિક પ્રક્રિયા શૂ થઈ શકે પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ શકી નથી. ઈડી તરફથી બ્રિટનના અધિકારીઓને કેટલાય રિમાન્ડર મોકલવામાં આવ્યા, પરંતુ લંડનના અધિકારીઓએ તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી.

આ પણ વાંચો- ચોરી નથી થયાં રાફેલના દસ્તાવેજ, ફોટોકોપીનો ઉપયોગ થયોઃ એટર્ની જનરલ

English summary
The Nirav Modi who in October 2016, opened his jewellery store in London’s Old Bond Street, in what appeared, at the time, to be the latest step in a rapid and seemingly inexorable rise to the summit of the luxury goods market, struck an assured, and self-confident figure.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X