ચોરી નથી થયાં રાફેલના દસ્તાવેજ, ફોટોકોપીનો ઉપયોગ થયોઃ એટર્ની જનરલ
એટર્ની જનરલે કહ્યું, ચોરી નથી થયાં રાફેલના દસ્તાવેજ
નવી દિલ્હીઃ એટર્ની જનરલ વેણુગોપાલે શુક્રવારે દાવો કર્યો કે રાફેલ સંબંધિત દસ્તાવેજ રક્ષા મંત્રાલયથી ચોરી નથી થયાં. એટર્ની જનરલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટામમં દાખલ કરવામાં આવેલ પોતાના જવાબમાં તેમનો મતલબ હતો કે અરજદારે વાસ્તવિક કાગળોની ફોટોકોપીનો ઉપયોગ કર્યો છે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં વેણુગોપાલના પેપર ચોરી થવાના નિવેદન બાદ વિપક્ષે સરકારની ભારે આલોચના કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં બુધવારે વેણુગોપાલની આ ટિપ્પણીએ રાજનૈતિક હંગામો શરૂ કરી દીધો હતો. આ નિવેદન બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દાને લઈ સરકાર અને પીએમ મોદી પર હુમલો બોલ્યો. રાહુલે માંગ કરી કે આટલા મહત્વપૂર્ણ સંવેદનશીલ દસ્તાવેજો ચોરી થયાની અપરાધિક તપાસ થવી જોઈએ.
વેણુગોપાલે કહ્યું કે મને જણાવવામાં આવ્યું કે વિપક્ષે આરોપ લગાવ્યો છે કે સુપ્રીમ કોર્ટમાં દસ્તાવેજ ચોરી થઈ ગયાં હોવાની રક્ષા મંત્રાલય તરફથી દલીલ કરવામાં આવી છે, જે સંપૂર્ણ પણ ખોટું છે. વેણુગોપાલે કહ્યું કે યશવંત સિન્હા, અરુણ શૌરી અને પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટના ફેસલાની પુનઃવિચાર અરજીમાં રાફેલ ડીલ સંબંધિત ત્રણ દસ્તાવેજ રજૂ કર્યા, જે વાસ્તવિક દસ્તાવેજોની ફોટોકોપી હતા.
જ્યારે સરકાર સાથે જોડાયેલ સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે એટર્ની જનરલ ચોરી શબ્દના ઉપયોગથી બચી શકતા હતા. આ ઉપરાંત સરકારનો પક્ષ રાખી રહેલ એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટમાં રાફેલ પર રિપોર્ટ છાપનાર ધી હિંદુ અખબારનો ઉલ્લેખ કર્યો હતો અને તેને ઑફિશિયલ સિક્રેટ એક્ટનો ઉલ્લંઘન જણાવ્યું.
આ પણ વાંચો- નવજોત સિંહ સિદ્ધુએ કેમ કહ્યુ કે મને મારી ઓકાત બતાવી દેવામાં આવી છે












Click it and Unblock the Notifications
