નવજોત સિંહ સિદ્ધુએ કેમ કહ્યુ કે મને મારી ઓકાત બતાવી દેવામાં આવી છે
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પંજાબના મોગામાં ગુરુવારે થયેલી રેલીમાં નવજોત સિંહ સિદ્ધુને વક્તાઓની યાદીમાં શામેલ નહિ કરાયા બાદ પાર્ટીની અંદર વિવાદ ઉભો થઈ ગયો છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પંજાબના મોગામાં ગુરુવારે થયેલી રેલીમાં નવજોત સિંહ સિદ્ધુને વક્તાઓની યાદીમાં શામેલ નહિ કરાયા બાદ પાર્ટીની અંદર વિવાદ ઉભો થઈ ગયો છે. સિદ્ધુએ કહ્યુ છે કે વર્ષ 2004માં પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલની રેલીમાં બોલવાથી રોકવામાં આવ્યા હતા ત્યારબાદ આ પહેલી વાર છે કે જ્યારે તેમને સ્પીચ આપવા દેવામાં ન આવી. તમને જણાવી દઈએ કે ત્યારે સિદ્ધુ ભાજપથી અમૃતસરના સાંસદ હતા.

હું એક વક્તા અને પ્રચારક રૂપે યોગ્ય નથી
સિદ્ધુએ કહ્યુ કે જો હું રાહુલની રેલીમાં બોલવા માટે યોગ્ય નથી તો હું એક વક્તા અને પ્રચારક રૂપે યોગ્ય નથી. મને બોલવા માટે આમંત્રિત કરવામાં આવે છે કે નહિ તે મારા નિયંત્રણમાં નથી. પરંતુ આનાથી મને મારી જગ્યા બતાવી દેવામાં આવી છે. સિદ્ધુએ કહ્યુ કે એ સ્પષ્ટ થઈ ગયુ છે કે આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી માટે કયા લોકો પ્રચાર કરશે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ સુનીલ જાખડે કહ્યુ કે સિદ્ધુને સ્પીચ આપનારામાંના એક હોવુ જોઈતુ હતુ અને તેમને બોલવા માટે આમંત્રિત નથી કરવામાં આવ્યા. સિદ્ધુ અમારા પક્ષના સ્ટાર પ્રચારક છે.

પક્ષે આપી આ સફાઈ
જાખડે કહ્યુ કે જ્યારે તેમને (રાહુલ) બોલવા માટે આમંત્રિત કરવામાં આવ્યા તો રાહુલજીએ મને પૂછ્યુ કે શું બધાએ સ્પીચ આપી દીધી છે. તો મે તેમને કહ્યુ કે મને ખબર નથી હું તમારી સાથે આવ્યો હતો. આ રેલીના આયોજનની અધ્યક્ષતા સ્ટેટ કોર્પોરેશન મિનિસ્ટર સુખજિંદર સિંહ રંધાવાએ કરી હતી. રંધાવાએ કહ્યુ કે તેમને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને પંજાબ બાબતોની અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના પ્રભારી મહાસચિવ આશા કુમારીએ માત્ર ચાર વક્તાઓના નામ આપ્યા હતા.

તે અમારા પક્ષના સ્ટાર પ્રચારક છે
રંધાવાએ કહ્યુ કે મને કહેવામાં આવ્યુ હતુ કે રાહુલજીને કાંગડા રેલી માટે મોડુ થઈ રહ્યુ છે. માત્ર જાખડ, મુખ્યમંત્રી, આશા કુમારી અને રાહુલજી ભાષણ આપશે. જો મને કહેવામાં આવતુ કે સિદ્ધુને પણ બોલાવવાના છે તો હું તેમને પણ આમંત્રિત કરત. તે અમારા પક્ષના સ્ટાર પ્રચારક છે અને મારુ તેમની સાથે સારુ તાલમેલ છે. આ બાબતે સિદ્ધુએ કહ્યુ કે તે બાલાકોટ હવાઈ હુમલા પર પીએમ મોદી પર હુમલો કરવાની તૈયારી સાથે આવ્યા હતા. તેમણે કહ્યુ કે તે રાહુલ સાથે વાત નહોતા કરી શકતા કારણકે કોંગ્રેસ અધ્યક્ષને કાંગડા જવાનું હતુ.












Click it and Unblock the Notifications
