For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભેંસે દુધ ન દેતા માલિક ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો!

નાગરિક સુરક્ષા અને અપરાધ પર લગામ લગાવવા ઉપરાંત અન્ય જવાબદારીઓ પણ નિભાવે છે. હવે હદ તો ત્યારે થઈ જ્યારે પોલીસે ભેંસનું દૂધ દોવામાં માલિકની મદદ કરી. આ વિચિત્ર કિસ્સો મધ્યપ્રદેશના ચંબલના ભીંડ જિલ્લાનો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નાગરિક સુરક્ષા અને અપરાધ પર લગામ લગાવવા ઉપરાંત અન્ય જવાબદારીઓ પણ નિભાવે છે. હવે હદ તો ત્યારે થઈ જ્યારે પોલીસે ભેંસનું દૂધ દોવામાં માલિકની મદદ કરી. આ વિચિત્ર કિસ્સો મધ્યપ્રદેશના ચંબલના ભીંડ જિલ્લાનો છે. અહીં એક પશુપાલક તેની ભેંસની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેણે કહ્યું કે તેની ભેંસ બે દિવસથી દૂધ નથી આપી રહી. કૃપા કરીને દૂધ દોવામાં મદદ કરો. આ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બાદમાં વેટરનરી ડોકટરો સાથે વાત કરીને પોલીસે ભેંસનું દૂધ બહાર કાઢવામાં મદદ કરી હતી.

buffalo

આ મામલો શનિવારે સાંજે લગભગ 6 વાગ્યાનો નાયગાંવ પોલીસ સ્ટેશનનો છે. અહીં પોલીસકર્મીઓ પોતાના કામમાં લાગેલા હતા. આ દરમિયાન ત્યાં રહેતા ખેડૂતનો પુત્ર બાબુરામ (35) છોટેલાલ જાટવ પાસે પહોંચ્યો હતો. તે પોતાની સાથે ભેંસ પણ લાવ્યો હતો. તેણે પોલીસમાં અરજી કરી અને કહ્યું કે, સાહેબ.. મારી ભેંસ રોજનું પાંચથી સાડા પાંચ લીટર દૂધ આપતી હતી. છેલ્લા બે દિવસથી ભેંસ દૂધ આપતી નથી. કૃપા કરીને દૂધ બહાર કાઢવામાં મદદ કરો.

આ પછી પોલીસે બાબુરામને ભેંસ વિશે પૂછ્યું. સ્ટેશન ઈન્ચાર્જ હરજેન્દ્રસિંહ ચૌહાણે વેટરનરી ડોક્ટર સાથે ચર્ચા કરી. ડોક્ટરે સ્ટેશન ઈન્ચાર્જને કેટલીક ટીપ્સ આપી. સ્ટેશન ઈન્ચાર્જે પણ બાબુરામને આ જ ટીપ્સ આપી. તેના આધારે બાબુરામે જ્યારે દૂધ દોહ્યું ત્યારે ભેંસે દૂધ બહાર આવવા દીધું. જે બાદ તેને ઘરે મોકલી દેવામાં આવ્યો હતો.

સ્ટેશન ઈન્ચાર્જે બાબુરામને કહ્યું કે પશુઓને લગતી બીમારી કે અન્ય સમસ્યાઓ અંગે પોલીસનો નહીં પણ પશુ હોસ્પિટલના સ્ટાફનો સંપર્ક કરો. સ્ટેશન ઈન્ચાર્જના કહેવા પ્રમાણે, આ ગામ ચંબલના ઉબડ-ખાબડ વિસ્તારમાં આવેલું છે. ગ્રામજનો સાદા-સરળ છે. તેમની નાની-નાની ફરિયાદો લઈને પણ તે સીધા પોલીસ સ્ટેશને પહોંચી જાય છે.

બીજી તરફ બાબુરામે જણાવ્યું કે બે દિવસ પહેલા હું મારા એક સંબંધીને ત્યાં ગયો હતો. જ્યારે તે પાછો આવ્યો અને દૂધ કાઢ્યું ત્યારે ભેંસ દૂધ આપતી ન હતી. કોઈ ઉકેલ ન મળ્યો તેથી મદદ માટે પોલીસને પૂછવા પહોંચ્યો. પોલીસની મદદથી ભેંસે દૂધ આપ્યુ. ઉલ્લેખનિય છે કે પોલીસે આ અજીબોગરીબ ફરીયાદ સાંભળી અને સમાધાન કરવામાં મદદ પણ કરી.

English summary
The owner of the buffalo did not give milk and reached the police station to lodge a complaint.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X