For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જરૂર પડી તો અમે હિંદુસ્તાનના દરેક વ્યક્તિનુ પેટ ભરી શકીએ છેઃ પંજાબ

જાબના ખાદ્ય તેમજ નાગરિક પુરવઠા મંત્રી ભૂષણ આશુએ દાવો કર્યો છે કે અમારા ભંડારમાં બફર સ્ટૉક છે માટે જરૂર પડી તો અમે હિંદુસ્તાનના દરેક નાગરિકનુ પેટ ભરી શકીએ છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કારણે આખા દેશમાં 17 મે સુધી લૉકડાઉન લંબાવવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે 24 માર્ચથી લૉકડાઉન ચાલી રહ્યુ છે એવામાં એ પણ સવાલ ઉઠી રહ્યો છે કે લાંબા સમયથી ચાલી રહેલ લૉકડાઉનના કારણે ભારતમાં ક્યાંય અનાજનુ સંકટ ન ઉભુ થઈ જાય. વળી, હવે પંજાબના ખાદ્ય તેમજ નાગરિક પુરવઠા મંત્રી ભૂષણ આશુએ દાવો કર્યો છે કે અમારા ભંડારમાં બફર સ્ટૉક છે માટે જરૂર પડી તો અમે હિંદુસ્તાનના દરેક નાગરિકનુ પેટ ભરી શકીએ છે. તમને જણાવી દઈએ કે પંજાબ સરકાર લૉકડાઉન છતાં 19 દિવસોમાં 90 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદી ચૂક્યુ છે. પંજાબ સરકારનુ 135 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવાનુ લક્ષ્ય છે.

ગોદામોમાં અન્નનો પૂરતો ભંડાર છે

ગોદામોમાં અન્નનો પૂરતો ભંડાર છે

સરકારે ખાદ્યાન્નોની ખરીદ અને વિતરણ માટે નોડલ એજન્સી, ભારતીય ખાદ્ય નિગમના ગોદામોમાં અન્નનો પૂરતો ભંડાર છે. સરકારનો દાવો છે કે લૉકડાઉનના સમય દરમિયાન મફતમાં આપેલા વધારાના ઘઉ અને ચોખાની જરૂરિયાતને પૂરી કર્યા બાદ પણ. તમને જણાવી દઈએ કે મંગળવારે એ પણ એલાન કર્યુ હતુ કે જે પ્રવાસી કામદાર પોતાના ગૃહ રાજ્ય પાછા જવા ઈચ્છતા હોય એ શ્રમિક વિશેષ રેલગાડીઓની તેમની યાત્રાનો ખર્ચ સરકાર ઉઠાવશે અને આના માટે 35 કરોડ રૂપિયા ફાળવ્યા છે. પંજાબના જલંધર રેલવે સ્ટેશનથી મંગળવારે 1200 પ્રવાસી કામદારોને લઈને પહેલી શ્રમિક વિશેષ રેલગાડી ઝારખંડ માટે રવાના કરવામાં આવી. પંજાબ સરકારનુ માનવુ છે કે પાંચથી છ લાખ ફસાયેલા કામદાર પોતાના ગૃહ રાજ્ય પાછા આવવા માટે રેલ યાત્રાને પસંદ કરશે બાકીના સડક માર્ગે આવશે.

પૂરતો ભંડાર ઉપલબ્ધ

પૂરતો ભંડાર ઉપલબ્ધ

ઉલ્લેખનીય છે કે કોવિડ-19 રોગના પ્રસારને રોકવા માટે 24 માર્ચે દેશવ્યાપી લૉકડાઉન લાગુ છે. ગરીબોની માંગ પૂરી કરવા માટે કેન્દ્ર સરકારના પોતાના ગોદામોમાં પૂરતી ખાદ્ય આપૂર્તિ હોવાની વાત કહેતા પાસવાને કહ્યુ કે ભારતીય ખાદ્ય નિગન (FCI) પાસે એક મેના રોજ કુલ 605.7 લાખ ટન ખાદ્યાન્ન ભંડાર હતો જેમાં 275.7 લાખ ટન ચોખા 330 લાખ ટન ઘઉં શામેલ છે. તેમણે કહ્યુ કે એનએફએસએ અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ પીડીએસ વિતરણ માટે માસિક ખાદ્યાન્નની જરૂરિયાત લગભગ 60 લાખ ટનની છે. અધિકૃત નિવેદનમાં પાસવાને સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહેલ વિવિધ પગલા અને ખાદ્યાન્નો અને દાળોના કુલ ભંડાર અને અત્યાર સુધી રાજ્યોને મોકલેલી દાળ વિશે વિસ્તૃત માહિતી આપી. પાસવાને કહ્યુ કે એફસીઆઈનો ભંડાર લૉકડાઉન દરમિયાન વધુ પ્રતિબદ્ધતાઓને પૂરી કર્યા બાદ પણ પૂરતો છે.

લૉકડાઉનમાં 192 લાખ ટન ખાદ્યાન્નનુ પરિવહન

લૉકડાઉનમાં 192 લાખ ટન ખાદ્યાન્નનુ પરિવહન

પાસવાને કહ્યુ કે એફસીઆઈએ 24 માર્ચે લૉકડાઉન લગાવ્યા બાદથી લગભગ 192 લાખ ટન ખાદ્યાન્નનુ પરિવહન કર્યુ છે જેમાંથી 126.12 લાખ ટન માર્ગ અને સમુદ્રી માર્ગથી મોકલવામાં આવ્યુ. જ્યારે બાકી 65.4 લાખ ટન 2334 રેકમાં રેલ દ્વારા પહોંચાડ્યા. આ સમયમાં લગભગ 5.63 લાખ ટન અનાજ પૂુર્વોત્તરના ક્ષેત્રમાં લઈ જવામાં આવ્યુ. પ્રધાનમંત્રી ગરીબ યોજના (PMGAY) હેઠળ ખાદ્યાન્નો અને દાળોના મફત વિતરણ વિશે પાસવાને કહ્યુ કે આ યોજના હેઠળ ખાદ્યાન્નોની જરૂરિયાત લગભગ 104.4 લાખ ટન ચોખા અને 15.6 લાખ ટન ઘઉમની છે. જેમાંથી અત્યાર સુધી 56.7 લાખ ટન ચોખા અને 7.7 લાખ ટન ઘઉં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને આપવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ચંદીગઢ, દિલ્લી અને ગુજરાત જેવા છ રાજ્યોને ઘઉં વિતરિત કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય રાજ્યોને પીએમજીએવાય હેઠળ ચોખા વિતરિત કર્યા છે.

આ પણ વાંચોઃ USમાં પ્રોફેસરની ગોળી મારી હત્યા, કોરોના વિશે મહત્વપૂર્વ માહિતી આપવાના હતાઆ પણ વાંચોઃ USમાં પ્રોફેસરની ગોળી મારી હત્યા, કોરોના વિશે મહત્વપૂર્વ માહિતી આપવાના હતા

English summary
The Punjab Minister said that if needed, we can feed every person of India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X