For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં પૂરનું જોખમ વધ્યું, યમુના ભયના નિશાનથી ઉપર પહોંચી

દેશના ઘણા રાજ્યોમાં નદીઓના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે પૂર આવ્યું છે અને આ રાજ્યોમાં મોટા પાયે જાન-માલનું નુકસાન થયું છે.

|
Google Oneindia Gujarati News

દેશના ઘણા રાજ્યોમાં નદીઓના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે પૂર આવ્યું છે અને આ રાજ્યોમાં મોટા પાયે જાન-માલનું નુકસાન થયું છે. તે જ સમયે, પાટનગર દિલ્હીમાં પૂરનું જોખમ વધ્યું છે. હથનીકુંડ બેરાજમાંથી પાણી છોડાયા બાદ સોમવારે સવારે યમુના નદી જોખમી નિશાનીથી ઉપર પહોંચી ગઈ. યમુનાના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે નદીના પાણી ભરાતા વિસ્તારને ખાલી કરાવવાનો આદેશ આપ્યો છે.

યમુના નદીનું પાણી ઝડપથી વધતું જોઈને દિલ્હી સરકાર હરકતમાં આવી

યમુના નદીનું પાણી ઝડપથી વધતું જોઈને દિલ્હી સરકાર હરકતમાં આવી

વધતા પાણીને જોતા બચાવ દળને પણ સક્રિય કરાયા છે. યમુના નદીનું પાણી ઝડપથી વધતું જોઈને દિલ્હી સરકાર હરકતમાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલે ઇમર્જન્સી મીટીંગ બોલાવી છે. આ મીટીંગમાં પૂરની સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાય છે. નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યા છે.

દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર 204.70 મીટર નોંધાયું હતું

દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર 204.70 મીટર નોંધાયું હતું

સોમવારે સવારે દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર 204.70 મીટર નોંધાયું હતું જ્યારે સંકટનું ચિહ્ન 204.50 મીટર છે. હથનીકુંડ બેરાજમાંથી 8 લાખ ક્યુસેક પાણી છોડ્યા બાદ પાણીનું સ્તર ઝડપથી વધી ગયું છે, એમ કહેવામાં આવી રહ્યું છે કે જળ સપાટી પણ વધુ વધી શકે છે. આ કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ શકે છે.

યમુના ભયના નિશાનથી ઉપર વહી રહી છે

યમુના ભયના નિશાનથી ઉપર વહી રહી છે

એવા સમાચાર છે કે હાથનીકુંડ બેરાજમાંથી વધુ પાણી છોડવામાં આવી શકે છે. આને ધ્યાનમાં રાખીને, તમામ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ્સને સોમવારે દિલ્હી પોલીસ અને નાગરિક સંરક્ષણ સ્વયંસેવકોની સહાયથી નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. અધિકારીઓ રવિવારે પણ પૂર જેવી પરિસ્થિતિ સાથે સંકળાયેલા માર્ગો પર ચર્ચા કરવા માટે મીટીંગ થઇ હતી. જણાવી દઈએ કે ગયા વર્ષે પણ યમુનાની જળ સપાટી 205.5 મીટર સુધી પહોંચી હતી.

આ પણ વાંચો: હિમાચલ-ઉત્તરાખંડમાં રેડ એલર્ટ, દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના

English summary
The risk of flood in Delhi increased, Yamuna reached above the danger mark
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X