હિમાચલ-ઉત્તરાખંડમાં રેડ એલર્ટ, દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગે ઉત્તરકાશી, ચમોલી, પિથોરાગઢ, દહેરાદૂન, પૌઢી અને નૈનીતાલ જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
દેશના ઉત્તરી અને પહાડી રાજ્યોમાં ભારે વરસાદનો દોર ચાલુ છે. રવિવારે ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી 20 ઘર વહી ગયા. ત્યારબાદ 18 લોકો ગાયબ છે. અલકનંદા સહિત રાજ્યની ઘણી નદીઓ છલકાઈ રહી છે. હવામાન વિભાગે ઉત્તરકાશી, ચમોલી, પિથોરાગઢ, દહેરાદૂન, પૌઢી અને નૈનીતાલ જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

ઉત્તરાખંડમાં વરસાદથી વિનાશ
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાકોમાં ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વી મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. વિભાગના જણાવ્યા મુજબ હાલમાં ઉત્તરાખંડમાં અલકનંદા છલકાઈ રહી છે એટલા માટે લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. ઉત્તરકાશી, ચમોલી, દહેરાદૂન, ટિહરી અને હરિદ્વારમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ એલર્ટ 19 ઓગસ્ટ સુધી માટે છે.

હિમાચલમાં 22 લોકોના મોત
વળી, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી નદી-નાળા છલકાઈ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનથી ચાર મહિલાઓ સહિત 9 લોકોના જીવ ગયા. રાજ્યમાં અત્યાર સુધી વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા છે.

શિમલા અને કુલ્લુ શાળા અને કોલેજો બંધ
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપ્યુ છે. શિમલા અને કુલ્લુ જિલ્લા પ્રશાસને સોમવારે બધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. હવામાન વિભાગે બિલાસપુર, કાંગડા, મંડી, શિમલા, સોલન અને સિરમૌર જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ આપ્યુ છે. જ્યારે ઉના, હમીરપુરમાં ઓરેન્જ અને ચંબા, કુલ્લુ, કિન્નૌર જિલ્લામાં યલો એલર્ટ આપ્યુ છે.

અહીં પણ વરસશે વાદળ
એટલુ જ નહિ હવામાન વિભાગે દક્ષિણ કર્ણાટકમાં પણ આગામી અમુક કલાકોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વિભાગ અનુસાર આજે કોગાડુ, ચિક્કમંગલુરુ અને દક્ષિણ કન્નડ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ક્ષેત્રોને વરસાદથી રાહત મળવાની અપેક્ષા છે. ચોમાસુ સક્રિય રહેવાના કારણે કોડાગુ, ચિક્કમંગલુરુ અને દક્ષિણ કન્નડ જિલ્લામાં પશ્ચિમી તટ પર આગામી બે દિવસો ઝડપી પવન સાથે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે.
-
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
