નિર્ભયા ગેંગરેપઃ આ કાયદાના કારણે નરાધમોની ફાંસીમાં વારંવાર થઈ રહ્યો છે વિલંબ
એક વાર ફરીથી નિર્ભયાના દોષિતોની ફાંસી ઠેલાઈ ગઈ છે. શનિવારે એક ફેબ્રુઆરીના રોજ તિહાર જેલમાં સવારે છ વાગે 16 ડિસેમ્બર નિર્ભયા ગેંગરેપ અને હત્યાના દોષી પવન, અક્ષય, મુકેશ અને વિનયને ફાંસી આપવાની હતી. પરંતુ હવે તેમને ક્યારે ફાંસી પર લટકાવવામાં આવશે એ કોઈ જાણતુ નથી. દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે શુક્રવારે પોતાના આદેશમાં કહ્યુ છે કે આગામી આદેશ સુધી દોષિતોને ફાંસી આપી શકાય નહિ. વાસ્તવમાં આ ચારે દોષિતો એક એવા કાયદાનો ફાયદો ઉઠાવી રહ્યા છે જેના કારણે તેમની ફાંસી વારંવાર ઠેલાઈ રહી છે. આ કાયદાને તમે સિસ્ટમની એક ઉણપ ગણાવી શકો છો.
દિલ્લી જેલ નિયમ સેક્શન 854
દિલ્લી જેલ નિયમના સેક્શન 854 એક એવો કાયદો છે જે હેઠળ એક કેસમાં એકથી વધુ દોષિતોને ત્યાં સુધી ફાંસી આપી શકાય નહિ જ્યાં સુધી તે પોતાના બધા કાનૂની વિકલ્પોનો ઉપયોગ ન કરી લે. આ કાનૂની વિકલ્પોમાં રિવ્યુ પિટિશનથી લઈને ક્યુરેટિવ પીટિશન અને સાથે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી સુધી મોકલવાનો નિયમ શામેલ છે. અહીં સુધી કે જો રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવી દીધી હોય તો પણ દોષી પાસે સુપ્રીમ કોર્ટમાં આની સામે અપીલ કરવાનો અધિકાર છે. ગૃહ મંત્રાલય તરફથી હાલમા જ સુપ્રીમ કોર્ટમાં આની સામે અપીલ કરવામાં આવી હતી કે તે મોતની સજામાં એક સમય સીમા નક્કી કરે.
ગૃહ મંત્રાલયે અપીલમાં ત્યાં સુધી કહ્યુ કે ડેથ વોરન્ટ જારી થયા બાદ ફાંસી માટે સાત દિવસની સમયસીમા નક્કી કરવી જોઈએ. જો કે સુપ્રીમ કોર્ટ તરફથી ગૃહ મંત્રાલયની અરજી પણ જે પણ ચુકાદો લેવામાં આવશે તેની નિર્ભયાના કેસ પર કોઈ અસર નહિ પડે. 29 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટ તરફથી દોષિત મુકેશ સિંહની ક્યુરેટિવ પિટીશનો ફગાવી દેવામાં આવી હતી. મુકેશેપોતાની દયા અરજી ફગાવી દેવાના રાષ્ટ્રપતિના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. હવે તેની પાસે કોઈ પણ કાનૂની વિકલ્પ બચ્યો નથી.
આ પણ વાંચોઃ આર્થિક સર્વે 2020: ચીનનુ મૉડલ અપનાવે તો ભારતમાં પેદા થશે 4 કરોડ નોકરીઓ