For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોવિડ કેસમાં થઇ રહેલો સતત ઘટાડો દિવાળી બાદના સપ્તાહમાં અટક્યો

ભારતમાં કોવિડ 19 કેસમાં સતત ઘટાડો રવિવારના રોજ પૂરા થયેલા દિવાળી બાદના સપ્તાહમાં અટકી ગયો હતો, નવા સંક્રમણની સંખ્યા લગભગ અગાઉના સપ્તાહની સંખ્યા જેટલી જ રહી હતી. ભારતમાં અઠવાડિયામાં કોરોના વાયરસના 80,614 નવા કેસ નોંધાયા છ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતમાં કોવિડ 19 કેસમાં સતત ઘટાડો રવિવારના રોજ પૂરા થયેલા દિવાળી બાદના સપ્તાહમાં અટકી ગયો હતો, નવા સંક્રમણની સંખ્યા લગભગ અગાઉના સપ્તાહની સંખ્યા જેટલી જ રહી હતી. ભારતમાં અઠવાડિયામાં કોરોના વાયરસના 80,614 નવા કેસ નોંધાયા છે, જે કોવિડ ડેટાબેઝ મુજબ અગાઉના સપ્તાહની 80,687ની ગણતરી કરતા માત્ર 73 પાછળ છે.

ત્રણ નાના રાજ્યોમાંથી રવિવારની સંખ્યા હજૂ સુધી આવવાની બાકી છે, અંતિમ તફાવત પણ ઓછો હોવાની શક્યતા છે. જ્યારે કેરળ અને તમિલનાડુમાં કેસમાં ઘટાડો થવાનું ચાલુ છે, ત્યારે સંખ્યાબંધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સંખ્યામાં નાનો વધારો નોંધાવ્યો છે. આ પૈકી જમ્મુ અને કાશ્મીરમાં વધારો નોંધપાત્ર હતો, જેમાં સાપ્તાહિક સંખ્યા અગાઉના સાત દિવસોમાં 827થી વધીને 1,104 પર પહોંચી જતાં કેસોમાં 34 ટકાનો વધારો નોંધાયો હતો.

covid case

અન્ય રાજ્યોમાં પણ ચાલુ સપ્તાહમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી છે. કર્ણાટકમાં 17 ટકાનો વધારો નોંધાયો હતો. મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી, ગુજરાત, ઉત્તર પ્રદેશ, બંગાળ, રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને અન્ય રાજ્યોમાં હજૂ સુધી સતત વધારો થવાના કોઈ સંકેત નથી અને સંખ્યા એકંદરે ઓછી રહી છે. તહેવારોના સમયગાળા દરમિયાન લોકો વચ્ચે વધતા સંપર્કને કારણે કેસમાં વધારો થઈ શકે છે.

30 ઓગસ્ટ-સપ્ટેમ્બર 5થી સાપ્તાહિક કેસમાં કોઈ વિરામ વિના ઘટાડો થઈ રહ્યો છે. મોટાભાગના અઠવાડિયામાં ઘટાડો 10 ટકા કરતા વધારે રહ્યો છે, એક નોંધપાત્ર અપવાદ દશેરા (ઓક્ટોબર 18-24) પછીના સપ્તાહનો હતો, જ્યારે માત્ર 1 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો.

English summary
The steady decline in the covid case came to a halt in the week after Diwali.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X