શિંદે જૂથ અલગ થવા મુદ્દે સુપ્રીમ કોર્ટના તીખા સવાલ, કહ્યું-ત્રણ વર્ષના લગ્ન બાદ રાતોરાત શું થયુ?
સૂનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, એ વાત સામે આવી છે કે શિવસેનાના ઘણા ધારાસભ્યો કોંગ્રેસ-એનસીપી ગઠબંધનથી ખુશ નહોતા. અચાનક 34 લોકો આગળ આવ્યા અને કહેવા લાગ્યા કે આ બરાબર નથી.
નવી દિલ્હી : મહારાષ્ટ્રની રાજનીતિમાં સર્જાયેલા રાજકીય સંકટને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ મામલો બુધવારે ફરીથી બંધારણીય બેંચ સમક્ષ મૂકાયો હતો. જો કે સમયની અછતને કારણે સુનાવણી પૂર્ણ થઈ શકી ન હતી. હવે ફરી ગુરુવારે સૂનાવણી થશે. આ સુનાવણી દરમિયાન બેંચે એકનાથ જૂથ પર આકરી ટીપ્પણી કરી છે.

સૂનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, એ વાત સામે આવી છે કે શિવસેનાના ઘણા ધારાસભ્યો કોંગ્રેસ-એનસીપી ગઠબંધનથી ખુશ નહોતા. અચાનક 34 લોકો આગળ આવ્યા અને કહેવા લાગ્યા કે આ બરાબર નથી. મારો એક જ પ્રશ્ન છે કે ત્રણ વર્ષ સુખી લગ્નજીવન પછી રાતોરાત એવું શું થયું કે તરત જ અલગ થવું પડ્યું. આ સિવાય રાજ્યપાલે પોતાને પણ પૂછવું જોઈએ કે તે ત્રણ વર્ષ સુધી શું કરી રહ્યા હતા?
અહીં કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, રાજ્યપાલે આવા મામલામાં દખલ ન કરવી જોઈતી હતી. શું વિશ્વાસ મત માટે કોઈ બંધારણીય કટોકટી હતી? મહારાષ્ટ્રમાં જે કંઈ થયું તે દુઃખદ ચિત્ર છે. કોઈ પણ સંજોગોમાં સુરક્ષાનો ખતરો વિશ્વાસ મતનો આધાર હોઈ શકે નહીં.
બીજી તરફ રાજ્યપાલ વતી વરિષ્ઠ વકીલ તુષાર મહેતા હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, રાજ્યપાલની ભૂમિકા સ્પષ્ટ છે. તે નક્કી નથી કરી રહ્યા કે ઉદ્ધવ સરકારે વિશ્વાસનો મત ગુમાવ્યો છે કે નહીં. તેઓએ તેને માત્ર ફ્લોર ટેસ્ટ માટે બોલાવ્યા હતા. ધારાસભ્યોને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી તેથી તે તેમની અવગણના કરી શક્યા નહીં.












Click it and Unblock the Notifications
