રથયાત્રાને મંજૂરી આપી તો ભગવાન જગન્નાથ માફ નહિ કરેઃ SC
રથયાત્રાને મંજૂરી આપી તો ભગવાન જગન્નાથ માફ નહિ કરેઃ SC
પુરીઃ કોરોના વાયરસ મહામારીને પગલે સુપ્રીમ કોર્ટે 23 જૂનના રોજ યોજાનાર ભગવાન જગન્નાથની યાત્રા પર સ્ટે લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આ વર્ષે રથયાત્રાને મંજૂરી આપવામાં આવી તો ફભગવાન જગન્નાથ આપણને માફ નહિ કરે. કોરોના વાયરસ મહામારીને જોતા ઓરિસ્સા વિકાસ પરિષદ નામની એક એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખળ કરી હતી અને આ વર્ષે રથયાત્રા પર રોક લગાવવાની માંગ કરી હતી.

મંજૂરી આપી તો ભગવન માફ નહિ કરે
બુધવારે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા શરદ અરવિંદ બોબડેએ આ મામલે સુનાવણી કરતા કહ્યું કે, જો અમે મંજૂરી આપી દીધી તો ભગવાન જગન્નાથ અમને માફ નહિ કરે. મહામારીના સમયે આવાં આયોજન ના થઇ શકે. લોકોના સ્વાસ્થ્ય માટે આદેશ જરૂરી છે. લાઇવ લૉ વેબસાઇટ મુજબ કોર્ટે કહ્યું કે અમે આદેશ આપીએ છીએ કે ઓરિસ્સાના મંદિર ક્ષેત્રમાં આ વર્ષે રથયાત્રાનું આયોજન ના થાય.

સંક્રમણ ફેલાવાનો ખતરો
રથ યાત્રા પર રોક લગાવવાની માંગ કરતી અરજીમાં અરજાર તરફથી કહેવામાં આવ્યું હતું કે આ રથયાત્રામાં દસ લાખ લોકો એકઠા થાય છે. જો આટલા લોકો રથયાત્રામાં સામેલ થાય છે તો સંકરમણનો ખતરો વધી શકે છે. જેના પર ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે જો દસ હજારની ભીડ હશે તો પણ ગંભીર વાત કહેવાશે. કોરટે એમ પણ આદેશ આપ્યો કે રથયાત્રા સાથે જોડાયેલ કોઈપણ ધાર્મિક ગતિવિધિ આ વર્ષે ઓરિસ્સામાં નહિ થાય.

એનજીઓએ અરજી કરી હતી
અરજી પર સુનાવણીમાં કોર્ટે કહ્યું કે મહામારીના સમયે આવી સભાઓ ના થઇ શકે. સાર્વજનિક સ્વાસ્થ્ય અને નાગરિકોની સુરક્ષાના હિતાં આ વર્ષે રથયાત્રાની મંજૂરી આપી ના શકાય. ખતરાની વચ્ચે લોકો એકઠા ના થાય, તેના માટે નાગરિકોની સાર્વજનિક સુરક્ષાના હિતમાં અમે આ આદેશ પાસ કરીએ છીએ. નવ દિવસ સુધી ચાલેલ રથ યાત્રામાં દર વર્ષે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લે છે. પુરીની રથયાત્રા અષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયાથી શરૂ થાય છે. ભગવાન જગન્નાથ પોતાના મોટા ભાઇ બલરામ અને બહેન સુભદ્રાની સાથે અલગ અલગ રથ પર સવાર થઇ શ્રી ગુંડિચા મંદિર માટે પ્રસ્થાન કરે છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
