For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોવિડ 19થી વધુ પ્રભાવિત 15 રાજ્યોમાં ઝડપથી થઈ રહી છે કોરોના દર્દીઓની રિકવરી

કોરોના વાયરસના કેસ દેશમાં ઝડપથી વધી રહ્યા છે તે દરમિયાન એક રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કેસ દેશમાં ઝડપથી વધી રહ્યા છે તે દરમિયાન એક રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યુ કે દેશા સર્વાધિક કોરોના પ્રભાવિત 15 રાજ્યોમાં કોરોનાથી રિકવર થતા લોકોની સંખ્યા ઝછડપથી વધી રહી છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યુ કે મોટા 15 રાજ્ય મહારાષ્ટ્ર, દિલ્લી, તમિલનાડુ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, એમપી, હરિયાણા, તેલંગાના, કર્ણાટક, બિહાર, આંધ્રપ્રદેશ, અસમ અને ઓરિસ્સામાં કોવિડ 19 દર્દીઓનો રિકવરી રેટ બહુ સારો છે.

coronavirus

આરોગ્ય મંત્રાલયે પણ જણાવ્યુ કે રિકવરી દર બાબતે મોટા 15 રાજ્યો ચંદીગઢ, મેઘાલય, રાજસ્થાન, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ત્રિપુરા, બિહાર, મિઝોરમ, એમપી, ઝારખંડ, ઓરિસ્સા, ગુજરાત, હરિયાણા, લદ્દાખ અને ઉત્તર પ્રદેશ છે. આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં કુલ 11,881 દર્દી રિકવર થઈ ચૂક્યા છે તેમને મિલાવીને ભારતમાં કોરોનાથી રિકવર થતા દર્દીઓની કુલ સંખ્યા 3,59,859 થઈ ચૂકી છે. આના આધારે કોરોનાનો રિકવરી દર 59.52% થઈ ગયો છે. આરોગ્ય વિભાગ અનુસાર દેશમં વર્તમાન સમયમાં 2,26,947 સક્રિય કેસ છે અને બધાનો ઈલાજ થઈ રહ્યો છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના લેટેસ્ટ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં 19,148 કેસ સામે આવ્યા છે અને 434 દર્દીઓના મોત થઈ ગયા છે. હવે ભારતમાં પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 6,04,641 છે જેમાં 2,26,947 સક્રિય કેસ 3,59,860 રીકવર/ડિસ્ચાર્જ/માઈગ્રેટ અને 17834 મોત શામેલ છે. વળી, ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR)નુ કહેવુ છે કે દેશમાં 1 જુલાઈ સુધી કુલ 90,56,173 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 2,29,588 સેમ્પલ બુધવારે ટેસ્ટ કરવામાં આવ્યા.

અંબાજી ધામની પવિત્ર માટી અને જળ અયોધ્યા મોકલાશેઅંબાજી ધામની પવિત્ર માટી અને જળ અયોધ્યા મોકલાશે

English summary
The top 15 States in terms of absolute numbers of COVID-19 recovered cases
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X