For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજનાથ સિંહે રાફેલની લેન્ડિંગનો વીડિોય શેર કર્યો- દુશ્મનોએ ડરવાની જરૂરત

રાજનાથ સિંહે રાફેલની લેન્ડિંગનો વીડિોય શેર કર્યો- દુશ્મનોએ ડરવાની જરૂરત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ફ્રાંસથી મળેલ અત્યાધુનિક લડાકૂ વિમાન રાફેલનો પહેલો કાફલો આજે હરિયાણાના અંબાલા એરબેસ પર પહોંચી ગયો છે. 5 રાફેલ વિમાનોને રિસીવ કરવાખુદ એરફોર્સ ચીફ આરકેએસ ભદોરિયા અંબાલા એરબેસ પહોંચ્યા છે. ભારત માટે આ ગર્વની પળ છે જ્યારે વિશ્વના ઘાતક ફાયટર જેટમાંથી એક રાફેલ આજે ભારતીય વાયુસેનામાં સામેલ થઇ ગયું છે. આ દરમિયાન કેન્દ્રીય રક્ષામંત્રી રાજના સિંહે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પાંચેય રાફેલની સુરક્ષિત લેન્ડિંગનો વીડિયો પોસ્ટ કર્યો છે.

રાજનાથ સિંહે રાફેલની લેન્ડિંગન વીડિયો પોસ્ટ કર્યો

રાજનાથ સિંહે રાફેલની લેન્ડિંગન વીડિયો પોસ્ટ કર્યો

ઉલ્લેખનીય છે કે રાફેલની સુરક્ષાને ધ્યાનમાં રાખી હરિયાણા સ્થિત અંબાલા એરબેસની આજુબાજુના 3 કિમીના સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. અહીં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ સાથે 3 કિમીના એરિયાને નો ડ્રોન ઝોન ઘોષિત કરવામાં આવ્યો છે, સાથે જ કલમ 144 લગાવવામાં આવી છે. આટલી વિશાળ સુરક્ષામાં રાફેલની તસવીર સામે આવવી મુશ્કેલ હતી પરંતુ રક્ષામંત્રી રાજનાથ સિંહે રાફેલની લેન્ડિંગનો વીડિયો શેર કર્યો છે જે હવે વાયરલ થઇ રહ્યો છે.

વિરોધીઓ પર નિશાન સાધ્યું

વિરોધીઓ પર નિશાન સાધ્યું

કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે પોતાના અન્ય એક ટ્વીટમાં લખ્યુ કે, 'જો એવું કોય છે જેને ભારતીય વાયુસેનાની આ નવી ક્ષમતા વિશે વિચારીને ચિંતા કે આલોચનાત્મક હોવા માંગતા હોય, જે આપણી ક્ષેત્રીય અખંડતાને ખતરામાં નાખવા માંગતા હોય તો તેમણે એવું કરવું જોઇએ.' રાજના સિંહે પોતાના ટ્વિટમાં વિરોધીઓને નિશાન પર લેતા લખ્યું, રાફેલ જેટ ખરીદવામાં આવ્યાં હતા જ્યારે ભારતીય વાયુસેનાની પરિચાલન જરૂરિયાતોને સંપૂર્ણપણે પૂરી કરતા હતા. આ ખરીદી વિરુદ્ધ નિરાધાર આરોપોનો જવાબ આપવામાં આવી ચૂક્યો છે.

રાજનાથે રાફેલની ખુબીઓ ગણાવી

રાજનાથે રાફેલની ખુબીઓ ગણાવી

રાફેલની ખુબીઓ વિશે જણાવતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું, આ વિમાનની ઉડાણ બહુ સારી છે અને તેના હથિયાર, રડાર, તમામ સેંસર અને ઈલેક્ટ્રોનિક વોરફેર ક્ષમતાઓ દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે. ભારતમાં તેનું આગમન ભારતીય વાયુસેનાને આપણા દેશ પર આવતી કોઇપણ મુસિબત સામે લડવા મજબૂત બનાવશે. ઉલ્લેખનીય છે કે ફ્રાંસ સાથે વર્ષ 2015માં 36 રાફેલની ડીલ ભારતે સાઇન કરી હતી. સોમવારે રાફેલ ફ્રાંસના મેરીનેકથી ભારત માટે રવાના થયા હતા. રાફેલની ભારત સુધી ઉડાણ દરમિયાન એક સ્ટૉપ યૂનાઇટેડ અરબ એમીરેટ્સનો અલ દાફ્રા એરબેસ હતો. આબૂ ધાબીનો આ એરબેસ અમેરિકી સેનાનું મહત્વનું બેસ છે અને અહીંથી ફ્રાંસની સેના પણ ઓપરેટ કરે છે.

English summary
The Touchdown of Rafale at Ambala, rajnath singh shared video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X