• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નેપાળની સરહદ પર વસેલું છે બિહારનું છેલ્લું ગામ ભિખ નાઠોરી, જાણો કહાની

|

સીતામઢીના લાલબંદી બોર્ડરની ઘટનાએ બિહારના એક એવા ગામ તરફ લોકોનું ધ્યાન દોર્યું છે જે નેપાળની સીમા પર વસેલું છે. કેટલીય જગ્યાએ તણાવની સ્થિતિ છે. એક મહના પહેલાની વાત છે. પશ્ચિમ ચમ્પારણના ભિખાનઠોરી ગામમાં પાણીના વિવાદમાં ભારત અને નેપાળના લોકો આમને સામને આવી ગયા. સીમા સશસ્ત્ર બળે સ્થિતિ સંભાળી લીધી, નહિતર કોઇ મોટી ઘટના બની શકતી હતી.

ભિખનાઠોરી નેપાળની સીમા પર વસેલું પશ્ચિમ ચંપારણનું છેલ્લું ગામ છે. આ ગામની ભૌગોલિક સ્થિતિ તેના માટે વરદાન પણ છે અને અભશાપ પણ છે. નેપાળ ભલે ભારતને પોતાનો મિત્ર ના માને પરંતુ ભારત આજે પણ નેપાળની દોસ્તી નિભાવી રહ્યું છે. નેપાળ એક લેન્ડ લૉક્ડ કન્ટ્રી (ભૂમિબંધ દેશ) છે. આયાત માટે તે ભારત પર નિર્ભર છે.

નેપાળનો આંતરરાષ્ટ્રીય વેપાર ભારતના બે બંદર હલ્દિયા (પશ્ચિમ બંગાળ) અને વિશાખાપટ્ટનમથી થાય છે. ભારત પસેથી નેપાળ વધુ બે બંદરની માંગણી કરી રહ્યું છે જેના પર વાતચીત થઈ રહી છે. નેપાળ ભલે ચીનના પ્રભાવમાં હોય પરંતુ ભારતની મદદ વિના તે પતાના દેશણાં જરૂરી સેવા ઉપલબ્ધ કરાવી ના શકે. આ વાત ખુદ નેપાળ પણ જાણે છે છતાં ભારત સાથે દુશ્મનો જેવો વ્યવહાર કરી રહ્યું છે.

ભિખનાઠોરી- નેપાળી સરહદ પરનું છેલ્લું ગામ

ભિખનાઠોરી- નેપાળી સરહદ પરનું છેલ્લું ગામ

પશ્ચિમ ચંપારણના નરકટિયાગંજ પ્રખંડથી 35 કિમી દૂર નેપાળી સીમા પર ભિખનાઠોરી ગામ વસેલું છે. આ ગામ પ્રકૃતિના ખોળામાં એક પિકનિક સ્પૉટ છે. અહીં પર્યટકો પણ આવે છે, ફિલ્મોનું શૂટિંગ પણ થાય છે. આટલું બધું હોવા છતાં આ ગામની રોનક પાણી વિના બેકાર છે.

પહાડી વિસ્તાર હોવાથી ભૂજળસ્તર બહુ નીચે છે. સોલાર એનરજીથી ચાલતી પાણીની ટાંકી બની હતી. થોડા વર્ષો પાણી મળ્યું. પછી તે ફેલ થઇ ગઇ. અહીં કોઇ બોર કે કુવા નથી. નરકટિયાગંજથી ટેન્કરમાં પાણી આવે છે ત્યારે લોકોને તરસ મટે છે. નહિતર નદી-નાળાનાં પાણી પીવે છે. ભિખનાઠરી ગામના લોકો નેપાળના પાણી પર નિર્ભર છે.

નેપાળના પાણીથી જ તેમના ખેતરો સુધી સિંચાઇનું પાણી પહોંચે છે. આ ગામની સીમા પર નેપાળના ક્ષેત્રમાં એક પહાડ છે જેને ઉજલા પહાડીના નામે ઓળખવામાં આવે છે. ઉજલા પહાડી બે પ્રકારે પાણીનો સ્રોત છે. પહલો- તેના ખડકોમાંથી હંમેશા મીઠાં પાણીનો પ્રવાહ ચાલુ રહે છે. પહાડ પણ ઘણા ઔષધિય છોડવા છે. આ માટે ખડકોથી નીકળતું પાણી અત્યંત મીઠું અને ભૂખ વધારતું છે. આ પાણી પીવાથી ગમે તેવો ખોરાક પચી જાય છે.

ભિખનાઠોરીના લોકો અહીંથી માટલાં અને ડ્રમમાં પાણી ભરી ઘરે લઇ જાય છે. ઉજલા પહાડીથી વરસાદી નદીના ત્રણ ઝરણાં નીકળે છે. જેમાંથી બે ઝરણાનાં પાણી ભારતમાં આવે છે. આ પાણીથી જ આ ગામના લોકો ખેતીની સિંચાઇ કરે છે.

નેપાળનું પાણી બંધ કરવા પર બબાલ

નેપાળનું પાણી બંધ કરવા પર બબાલ

મે 2020માં નેપાળના લોકોએ ભારતીય ક્ષેત્રોમાં આવતા પહાડી ઝરણાનો પ્રવાહ બંધ કરી દીધો. જેનાથી વાલ્મિકી નગર ટાઇગર રિઝર્વમાં જીવ-જંતુઓને પાણઈ મળતું બંધ થઇ ગયું. ભિખનાઠોરી ગામના ખેતરોને પાણી મળતું બંધ થઇ ગયું.

હજી શાકભાજી અને ઉનાળુ ખેતી માટે પાણી જોઇતું હતું. અનાજની ખેતી શરૂ થનારી છે. પાણી બંધ થતાં ગામના લોકો પરેશાન થઇ ગયા છે. જેનાથી આજુબાજુના ગામના ખેડૂતો પણ અસરગ્રસ્ત થયા છે. નેપાળના લોકોની હરકતોથી ખેડૂતોમાં ગુસ્સો આવ્યો. 27મી મેના રોજ ભિખનાઠોરી- નેપાળ બોર્ડર પર 6 ગામના સેંકડો ખેડૂતો એકઠા થઇ ગયા. તેઓ પાણી બંધ થવા વિરુદ્ધ નારા લગાવવા લાગ્યા.

તેઓ જબરદસ્તી નેપાળમાં ઘૂસી ઝરણું ખોલવાની વાત કરવા લાગ્યા. બીજી તરફ નેપાળા લોકો પણ આવી ગયા. ઝઘડો થવાનો જ હતો કે સશસ્ત્ર સીમા બળના અધિકારીઓએ હસ્તક્ષેપ કર્યો. ખેડૂતોને સમજાવી ફૂસલાવની શાંત કર્યા.

અગાઉ ભારત અને નેપાળની આપસી સહમતીથી ઉજલા પહાડના ત્રણ ઝરણામાંથી 2નું 60 ટકા પાણી ભારત આવતું હતું. હવે ભિખનાઠોરી ગામના લોકોની માંગ છે કે સરકાર જળ વહેંચણીનું સ્થાયી સમાધાન કરે.

સીમા વિવાદને હવા

સીમા વિવાદને હવા

નેપાળ હાલ ચીનના ઉકસાવામાં આવીને ભારત સાથે સીમા વિવાદને હવા આપી રહ્યું છે. કેપી ઓલીની વામપંથી સરકારે ઉત્તરાખંડના લિપુલેખ અને કાલાપાનીને પોતાના નક્સામાં દેખાડી ભારત વિરુદ્ધ એક મોટું પગલું ઉઠાવ્યું છે.

નેપાળે કહ્યું યુદ્ધ કરવા માટે પણ તૈયાર

નેપાળે કહ્યું યુદ્ધ કરવા માટે પણ તૈયાર

નેપાળના વિદેશ મંત્રી પ્રદીપ કુમાર જ્ઞાવલીએ હાલમાં જ કહ્યું હતું કે, અમે 1816માં બ્રિટિશ ઇન્ડયા સાથે લડાઇ હારી અમારી એક તૃતિયાંશ જમીન પહેલાં જ ગુમાવી ચૂક્યા છીએ. પરંતુ હવે આવું નહિ થાય. ભારત નેપાળ સીમાના નિર્ધારણ માટે 1816માં સુગૌલીની સંધી થઇ હતી. ભારતે આ સંધીનું સન્માન કરવું જોઈએ. લિપુલેખ અને કાલા પાનીના મુદ્દે નેપાળના રક્ષામંત્રીએ ત્યાં સુધી કહી દીધું હતું કે જો જરૂરત પડી તો અમે યુદ્ધ માટે પણ તૈયાર છીએ.

સ્પષ્ટ છે કે અત્યાર નેપાળણાં ભારત વિરોધી ભાવનાઓ ચરમસીમા પર છે. પરંતુ નેપાળ ભૂલી રહ્યું છે કે ભારત જ તેનો સ્વાભાવિક મિત્ર છે, કેમ કે બંને દેશોની સભ્યતા અને સંસ્કૃતિ એક છે.

એક દિવસમાં 163 વાર ભૂકંપ આવ્યો, ભારત સહિત દુનિયાભરના 12થી વધુ દેશોમાં ભૂકંપના ઝાટકા

English summary
the unique story of bhikhanathori, the last village of bihar located at nepal border
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more